Abtak Media Google News

આંધ્રના પ્રથમ દાવમાં 415 રનના જવાબમાં સૌરાષ્ટ્રનો સ્કોર 122/3

રણજી ટ્રોફી એલીટ ગ્રુપ બીમાં પોઇન્ટ ટેબલમાં ટોપનું સ્થાન ભોગવી રહેલી સૌરાષ્ટ્રની ટીમ ઘર આંગણે આંધ્ર પ્રદેશ સામે સંઘર્ષ કરી રહી છે. આંધ્રએ પ્રથમ દાવમાં 415 રન ફટકાર્યા છે. જેની સામે બીજા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રે 3 વિકેટના ભોગે 122 રન બનાવી લીધા છે.

અશ્ર્વિન હેબ્બરની સદીની મદદથી આંધ્ર પ્રદેશે 141.3 ઓવરમાં 415 રન બનાવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 3 વિકેટ, યુવરાજસિંહ ડોડીયાએ 3 વિકેટ, ચેતન સાકરીયાએ બે વિકેટ અને ચિરાગ જાનીએ એક વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવમાં સૌરાષ્ટ્રે બીજા દિવસની રમતના અંતે 3 વિકેટના ભોગે 1રર ની બનાવી લીધા છે. હજી 293 રન પાછળ છે શેલ્ડન જેકશન 63 રન અને અર્પીત વસાવડા ર1 બનાવ્યા છે. મેચના હજી બે દિવસ બાકી છે મેચ ડ્રો ભણી આગળ ધપી રહ્યો છે સૌરાષ્ટ્રનો પ્રયાસ પ્રથમ દાવમાં લી બનાવવાનો રહેશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.