Abtak Media Google News

મેચ જીતવા આજે અંતિમ દિવસે 333 રનની જરૂરિયાત, નવ વિકેટો હાથમાં

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાય રહેલી રણજી ટ્રોફીની આંધ્રપ્રદેશ સામેની મેચ બચાવવા માટે યજમાન સૌરાષ્ટ્ર સંઘર્ષ કરી રહ્યું છે. આજે અંતિમ દિવસે મેચ જીતવા માટે સૌરાષ્ટ્રે 333 રન બનાવવાની આવશ્યકતા છે. નવ વિકેટો હાથમાં છે.

આંધ્રપ્રદેશના સુકાની હનુમા વિહારીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. અશ્ર્વિન હેબરની સદીની મદદથી પ્રથમ દાવમાં 415 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ માત્ર 237 રનમાં ઓલ આઉટ થઇ જતા આંધ્રની ટીમને 178 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. બીજા દાવ બાદ આંધ્રપ્રદેશની ટીમે સાત વિકેટમાં 164 રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો અને સૌરાષ્ટ્રને મેચ જીતવા માટે 343 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે સૌરાષ્ટ્રે ત્રીજા દિવસની રમતના અંતે ઓપનર હાર્વિક દેસાઇની વિકેટ ગુમાવી 10 રન બનાવી લીધા છે. ઓપનર ચિરાગ જાની અને નાઇટ વોચ મેન ચેતન સાકરિયા હાલ રમતમાં છે.

પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ભોગવી રહેલી સૌરાષ્ટ્રની ટીમે મેચ બચાવવા માટે આજે આખો દિવસ ખેંચી કાઢવો પડશે. મેચ જીતવો હશે તો 333 રન બનાવવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.