Abtak Media Google News

એચ.એન. શુકલ કોલેજ અને નેહલ શુકલને નુકશાન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચતા રૂ.11 કરોડનો દાવો કર્યો હતો

ઇન્ચાર્જ કુલપતિ અને ઇન્ચાર્જ રજીસ્ટ્રારે ખોટા સમાચાર પ્રસિઘ્ધ કરાવતા નોટિસ પાઠવવા છતા માફી નહી માંગતા અદાલતમાં દાદ માંગી

સૌરાષ્ટ્રના જાણીતા એચ.એન. શુક્લા ગ્રુપ કોલેજિસના સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પેપર લીક કરવાનો યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ અને ઇન્ચાર્જ રજીસ્ટર દ્વારા  મીડિયા સમક્ષ કરેલા આક્ષેપોથી એચ એન શુક્લા અને તેના સંચાલક નેહલભાઈ શુકલની પ્રતિષ્ઠા અને હાની પહોચાડી કોલેજને બદનામ કરી અને સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તારી પાડવાના હિનપ્રયાસથી સંચાલક નેહલભાઈ શુકલ દ્વારા બંનેને નુકસાની વળતર કરી મીડિયા મારફતે જાહેરમાં માફી માંગવાનું જણાવ્યું હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જવાબદારો દ્વારા કોઈ ખુલાસો કે માફી માંગવામાં ન આવતા અંતે નેહલભાઈ શુકલ દ્વારા સિવિલ કોર્ટમાં બંને સામે રૂપિયા 11 કરોડનો દાવો દાખલ કરતા અદાલતે દાવો એડમિટ કરી બદનક્ષીના કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગીરીશભાઈ ભીમાણી અને  ઇન્ચાર્જ રજીસ્ટર અમિતભાઈ પારેખ ને આગામી મુદતે હાજર રહેવા સિવિલ કોર્ટે નોટિસ ઇસ્યુ કરીતા યુનિવર્સીટીના સત્તાવાળાઓમાં ચકચાર જવા પામ્યો છે. વધુ વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું  એચએન શુકલા કોલેજ પરીક્ષા સેન્ટર હોવાથી  સીલ બંધ હાલતમા પેપરો મોકલવામા આવેલા હતા અને કોલેજના અધિકારીએ પેપર સીલ બંધ હાલતમાં સ્વીકારીને અને કોલેજના લોક2મા મુકી અને જીગરભાઈને પેપર પરત કરવાની સુચના આપેલી હતી.

એચ.એન.શુકલ ના સેન્ટર પર બી.બી.એ. સે. પાંચનું ડાયરેક્ટ ટેક્ષીસ વિષયનું પેપર તા.12 ઓકટોબર 2022ના રોજ અને બી.કોમ. સેમ-પાંચનું એ ડીટીંગ એન્ડ કોર્પોરેટ ગર્વનન્સનું પેપર તારીખ 13 ઓકટોબ2, 2022ના રોજનું કોલેજ તરફથી લીક થયું છે. તેવો  આક્ષેપ કોલેજના કર્મચારી ઉપર લગાવી સરેઆમ શ્રી એચ.એન શુકલ કોલેજ અને નેહલભાઈ શુક્લની ગરીમાં, પ્રતિષ્ઠા અને આબરૂના  અમાનવીય કૃત્ય .ગીરીશભાઈ ભીમાણી અને  અમીતભાઈ એસ.પારેખ દ્વારા કરવામાં આવ્યું છે . ડો.ગીરીશભાઈ ભીમાણી ઈન્ચાર્જ વાઈસ ચાન્સલર અને તેઓએ કોલેજ વિરૂધ્ધ  પ્રેસ કોન્ફરન્સ કરી પ્રીન્ટ મીડીયામાં ખોટા સમાચારો વહેતા કરી સમગ્ર શ્રી એચ.એન.શુક્લ ગ્રુપ બદનામ થાય તેવા હીન પ્રયાસો કરવામાં આવેલા છે.

અમારી તથા  કોલેજને બદનામ કરવાની  સમાજ અને શૈક્ષણીક ક્ષેત્રમાં ઉતારી પાડવાના  કોલેજની આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ઈરાદાથી જાણી જોઈને સમજી વિચારીને કરેલા કૃત્યથી ન્યુઝ  પેપર અને ઈલેકટ્રોનીક મીડીયામાં પ્રસિધ્ધ થયેલા સમાચારો વાંચી જોઈને સમાજના તમામ વર્ગો, રાજકીય કાર્યકરોમાં નેહલભાઈ શુક્લ તથા કોલેજની આબરૂ પ્રતિષ્ઠાને નાણામાં ન આકી શકાય તેટલું નુકશાન પહોંચાડેલું છે.

બાદ શ્રી એચ.એન.શુક્લ ગૃપ ઓફ કોલેજીસના જવાબદાર પ્રતિનીધી તરીકે નેહલભાઈ શુકલએ જવાબદાર અધિકારીઓ સામે બદનક્ષી બદલ તા.06/02/23ના રોજ કાનુની નોટીસ આપેલી હતી. નોટીસ મળ્યેથી દિવસ-15 મા પ્રતીવાદીઓ દ્વા2ા નેહલભાઈ શુકલ તથા કોલેજ સંબંધી જે ખોટા સમાચારો પ્રસિધ્ધ કરાવેલા છે તે પેટે ડો.ગીરીશભાઈ ભીમાણી સામે રૂપિયા છ કરોડ અને  અમીતભાઈ એસ. પારેખ સામે રૂપિયા પાંચ કરોડની બદનક્ષી કરવા બદલ નુકશાન વળતરની માંગણી કરવામાં આવેલી .

શ્રી એચ.એન.શુકલ કોલેજ તથા નેહલભાઈ શુકલની  પ્રીન્ટ તેમજ ઈલેકટ્રોનીક મીડીયા મારફત જાહેરમાં માફી માંગવા જણાવેલું હતું. તેમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જવાબદાર અધિકારી દ્વારા કોઈ ખુલાસો કે માફી માંગવામાં ન આવતા નેહલભાઈ શુકલ ધ્વારા સીવીલ કોર્ટમાં બદનક્ષી થયાનો દાવો દાખલ કરતા  કોર્ટે પુરાવાઓને આધારે ડો.ગીરીશભાઈ ભીમાણી તથા અમીતભાઈ એસ પારેખ સામે કોર્ટમાં હાજર રહેવા માટે નોટીસ ઇસ્યુ કરેલીછે.આ કામે ડો. નેહલ શુંકલ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસ તરફથી  અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારધ્વાજ, કલ્પેશ નસીત, સુમીત વોરા, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી વિગેરે રોકાયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.