Abtak Media Google News

તાત્કાલિક ધોરણે પોગ્રામિંગ વીથ એએસપી.નેટ વિષયનું પ્રશ્ર્નપત્ર બદલાવવું પડ્યું, વિધાર્થીઓને 45 મિનિટ મોડું પ્રશ્ર્નપત્ર અપાયું: સુરેન્દ્રનગરની કોલેજના પેપર સેટરની મોટી ભૂલે વિધાર્થીઓને મુંઝવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની આજથી પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ થઇ છે.ત્યારે આજે પરીક્ષાના પ્રથમ દિવસે જ બીએસસી.આઇ.ટી સેમ-5ની પરીક્ષામાં છબરડો જોવા મળ્યો હતો. વિધાર્થીઓને 8 વાગ્યે પેપર હાથમાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે પોગ્રામિંગ વીથ એએસપી.નેટનું પ્રશ્ર્નપત્ર બ્લુપ્રિન્ટ આધારિત ન નીકળતા વિધાર્થીઓ મૂંઝાયા હતા. મળતી માહિતી મુજબ, આજથી શરૂ થયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં જ મોટી ભૂલ સામે આવતા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

આજ્થી શરૂ થયેલી બીએસસી.આઇ.ટી સેમ-5ની પરીક્ષામાં કુલ 154 વિધાર્થીઓ નોંધાયા હતા. પ્રથમ પેપર પોગ્રામિંગ વીથ એએસપી.નેટનું હતું. જો કે વિધાર્થીઓને પેપર મળ્યું ત્યારે ખબર પડી કે બ્લુપ્રિન્ટ મુજબ પેપર નીકળ્યું જ નથી. જેથી વિધાર્થીઓ મૂંઝાયા હતા. આ વાતની જાણ પરીક્ષા વિભાગને થતા તાત્કાલિક ધોરણે પેપર બદલવું પડ્યું હતું. લગભગ 45 મિનિટ બાદ વિધાર્થીઓને નવું પ્રશ્ર્નપત્ર મળ્યું હતું.અવારનવાર સૌરાષ્ટ યુનિવર્સીટીમાં આવા છબરડા જોવા મળતા હોય છે. ત્યારે હવે સૌરાષ્ટ યુનિવર્સીટીના પરીક્ષા વિભાગ પર અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે અને આવા છબરડા બંધ થાય તે માટે વિધાર્થીઓ માંગ કરી રહ્યા છે.

પેપર સેટરને 10 હજારનો દંડ અને તાકીદે ડીબાર્ડ કરાયા: ડો.નિલેશ સોની

08 1

સમગ્ર ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજની જે ભૂલ સામે આવી છે.

તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો પરીક્ષા વિભાગ નહિ પણ પેપરસેટરની ભૂલ જવાબદાર છે. સુરેન્દ્રનગરની એક કોલેજના પ્રોફેસરે આજનું  પોગ્રામિંગ વીથ એએસપી.નેટનું પેપર કાઢ્યું હતું.

જો કે હવે આવડી મોટી ભૂલ સામે આવતા તાકીદે પેપરસેટરને ડીબાર્ડ કરાયા છે અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. પેપરસેટરની  ફરીવાર આવી ભૂલ ન થાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.