Abtak Media Google News

આઇક્યુએસીની ઓનલાઇન ડેટા મોકલવામાં બેદરકારીએ યુનિવર્સિટીનું ગ્રેડેશનમાં અદ્ય:પતન: સેલ્ફ સ્ટડી રિપોર્ટમાં ફોટા-ડેટા મોકલ્યાનો પણ ઘટસ્ફોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી એ-ગ્રેડ છીનવાયો અને બી-ગ્રેડ મળ્યો જેનો સત્તાધીશોને કોઈ જ ફર્ક નથી પડતો તેમ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઘણી બધી એવી ખામી છે જેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી એ-ગ્રેડ પણ છીનવાઈ ગયો છે. જેનું નુકશાન સત્તાધીશોને તો નથી પડ્યું પરંતુ વિદ્યાર્થી, અધ્યાપકો અને કર્મચારીઓને પડ્યું છે. ત્યારે એકબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ જગતમાં એ પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક બી-ગ્રેડ આવવાનું કારણ યુનિવર્સિટીની આઈક્યુએસી ભવન આડખીલીરૂપ બન્યું હોય ?

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નેકના માપદંડો બદલાયા છે અને તેની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ અપગ્રેડ થવાની જરૂર હતી. જો કે, સમયસર એસએસઆર રીપોર્ટ અને એસએસઆર રીપોર્ટ પણ નેકની ટીમને સમયસર ન પહોંચાડ્યો હોય તેવી પણ વાત સામે આવી છે. એસએસઆર રીપોર્ટના ૭૦૦ માર્કમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્ર ૨૦૦ માર્કસ જ મેળવી શકે છે જે ખુબજ શરમજનક છે. આ ઉપરાંત તમામ ભવનોનો રીપોર્ટ જ્યારે આઈક્યુએસી ટીમ પાસે આવ્યો ત્યારે આઈક્યુએસી દ્વારા ભવનના એક પણ વડાને આ રીપોર્ટ વેરીફાય કરવા માટે બોલાવવામાં આવ્યા નથી અને કેટલાંક ભવનમાં અધ્યક્ષ અને કોઈ અધ્યાપક સાથે વાંધો છે તો તે બતાવવાની પણ ગુસ્તાખી કરી છે. જો નેકને એસએસઆર મોકલાયા બાદ પણ વેબસાઈટ પર મુકાઈ ગયું હોત તો વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન અધ્યાપકોને સાચી કામગીરી નેક સમક્ષ મુકાઈ હોત. પરંતુ સમયસર કાંઈ ન થયું અને એસએસઆર રીપોર્ટમાં યુનિવર્સિટી ખુબજ નબળી સાબીત થઈ.

ગુજરાત રાજ્યની એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જે નેકની ચોથી સાયકલમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા ત્રણ ટાઈમથી નેકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઉત્તરોતર પ્રગતિ કરી છે. જો કે ચોથી સાયકલમાં નેક ઉણી ઉતરી હોય તેમ એ છીનવાઈને બી ગ્રેડ મેળવ્યો છે.  જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ખુબજ દુ:ખની વાત કહેવાય. ક્યાંકને ક્યાંક આઈક્યુએસી ભવનની નવી જે ટીમ બની છે તે તેમાં ઘણા સભ્યો બિનઅનુભવી હોય તેવી વાત સામે આવી છે. ત્યારે હવે યુનિવર્સિટી એ-પ્લસ ગ્રેડ મેળવવા અત્યારથી આત્મમંથન કરી કામે લાગી જવું જોઈએ અને જો હવે આઈક્યુએસીમાં પરિવર્તન નહીં થાય અને પુનરાવર્તન જ થશે તો બી ગ્રેડ પણ જશે તેવી ચર્ચાએ હાલ જોર પકડ્યું છે.

આઈક્યુએસીએ સમયસર એસએસઆર રીપોર્ટ સબમીટ ન ર્ક્યો: ડો.નીદત બારોટ

Niddat Barot

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ-ગ્રેડમાંથી બી-ગ્રેડમાં પટકાયા બાદ ‘અબતક’ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો.નીદત બારોટને સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, બી-ગ્રેડ મળવાના ઘણા કારણો જવાબદાર છે. જેમાં મુખ્ય તો આઈક્યુએસી દ્વારા સમયસર એસએસઆર રીપોર્ટ સબમીટ કરવામાં નથી આવ્યો અને આ રીપોર્ટમાં પક્ષ ક્યાંક ક્ષતિ હોય તેવું બહાર આવ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે જે રિસર્ચો થાય છે તેનું પુરતું સંશોધન કે ઈનોવેશ થતું નથી તે પણ મુખ્ય કારણ જવાબદાર હોય શકે.

આઈક્યુએસીની ભૂમિકા ટપાલી જેવી: ડો.ભાવિન કોઠારી

Bhavin Kothari

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.ભાવિન કોઠારીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એ-પ્લસ ગ્રેડ ન મળવા પાછળ યુનિવર્સિટીના સત્તાધીશો અને ભવનના વડા અને સમગ્ર ટીમ જવાબદાર છે. આઈક્યુએસીની ભૂમિકા પણ ખાસ છે. ત્યારે આઈક્યુએસી દ્વારા એસએસઆર રીપોર્ટમાં ઘણી ઢીલ મુકવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે અને જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હિતની વાત હોય ત્યારે તમામે ભેગા મળી કાર્ય કરવું જોઈએ. જો કે ક્યાંકને ક્યાંક બી-ગ્રેડ પાછળ આ ઘટના પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.