2016માં નાપાસ વિદ્યાર્થીઓને પરીક્ષા દેવાની વધુ એક તક આપતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

અબતક, રાજકોટ

કોરોના વાયરસના લીધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૦૧૬માં નાપાસ થયેલા પરીક્ષાર્થીઓને ફેર પરીક્ષા  માટે એક મુદ્દત વધારવાનો નિર્ણય આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. આવતીકાલથી 3 દિવસ સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્ષેત્રની સાથે ગીર સોમનાથ,જુનાગઢ અને પોરબંદરના વિધાર્થીઓને પણ ફાયદો મળશે.

કાલથી ત્રણ દિવસ સુધી ફોર્મ ભરી શકાશે: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્ષેત્રની સાથે ગીર સોમનાથ,જુનાગઢ અને પોરબંદરના વિધાર્થીઓને પણ ફાયદો મળશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2016માં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા ઘણા ખરા વિદ્યાર્થીઓ કે જેઓ પરીક્ષાથી વંચીત રહી ગયા છે. કોરોનાના લીધે છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ હેરાન થયા છે ત્યારે આવા 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ જેઓને અન્યાય ન થાય તે માટે આવા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની વધુ એક તક મળશે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, આ તમામ વિદ્યાર્થીઓ આવતીકાલથી 3 દિવસ સુધી ઓનલાઇન ફોર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ભરી શકશે. અને પરીક્ષાની તારીખો પણ થોડા દિવસોમાં જાહેર કરી દેવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્ષેત્રની સાથે ગીર સોમનાથ,જુનાગઢ અને પોરબંદરના વિધાર્થીઓને પણ ફાયદો મળશે.