તમારું સપનાનું ઘર બનશે વધુ સુરક્ષીત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધકોએ વિકસાવી નવી ટેકનોલોજી

પૃથ્વી પર રહેલ વાતાવરણ જેમ કે વાયુ, પાણી અને સૂર્યપ્રકાશ એ મનુષ્યને જીવન પુરુ પાડે છે અને આ વાતાવરણથી જ માનવજીવન પૃથ્વી પર શકય બની રહ્યું છે પરંતુ વાતાવરણથી પણ માનવ દ્વારા નિર્મિત ઇમારતોને નુકશાન પણ થતું હોય છે જેમ કે પાણીથી ઇમારતોનું આયુષ્ય ઘટે છે.

સૂર્ય પ્રકાશથી ઇમારોતોનાં રંગ તથા બહારની સપાટીનું નુકશાન થવું, તિરાડો પડવુ જેવા નુકશાન  સામાન્ય બને છે. તે ઉપરાંત હવાની અંદર હાજર ઘણા વાયુઓ જેવા કે કાર્બન ડાયોકસાઇડ પણ માનવજીવન નેઅને વાતાવરણને નુકશાન પહોચાડતા હોય છે. આવી અનેક સમસ્યાઓ પર સંશોધન સૌરાષ્ટ્ર યુનિ. ના ભૌતિકશાસ્ત્ર ભવન દ્વારા હાથ ધરવામાં આવેલ હતું. અને આ સંશોધન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પ્રોગ્રામમાં પ્રકલ્ય તરીકે મંજુર કરેલ છે.આ સંશોધન અંતર્ગત સંશોધકોએ હાફડ્રોફોબિક કોટીંગની રચના કરવામાં આવેલ છે.

આ કોટીંગમાં મુખ્યત્વે ત્રણ અલગ અલગ પ્રકારના નેનો પાર્ટીકલ્સ સંમિશ્રિત કરવામાં આવેલ છે. જેમાંથી એક નેનો મટીરીયલ સપાટીને સુપર હાયડ્રોફોબિક ગુણધર્મ આપવશે. આ ગુણધર્મથી સપાટી પર પાણીટકી શકશે નહી અને પાણીનાં બિંદુખો સપાટી પર કયારેય રહી નશકતા,સરકીને પડી જશે જેના કારણે સપાટી કયારેય ભીનાશ પકડાશે નહી અને આમ સપાટીને પાણીથી થતાં નુકશાનથી બચાવી શકાશે.

આ સંશોધનમાં ઉપયોગમાં લેવાતાં ટીટાનીયમ ડાયોકસાડના નેનો પાર્ટીકલ્સ એ એક પ્રકારના ફોટોકેટાલીસ્ટ છે જે સપાટી પર લગાવતા સપાટીની નજીક રહેલા કાર્બન ડાયોકસાઇડનાં કણનું સૂર્યપ્રકારની હાજરીમાં તેમનું ઓકિસજનમાં રૂપાંતરણ કરશે અને જેથી સપાટીની આસપાસના વાતાવરણમાં ઓકિસજનની માત્રા વધારી શકાશે અને કાર્બન ડાયોકસાઇડ જેવા પ્રદૂષિત વાયુઓનો પ્રમાણ ઘટાડી શકાશે.

આમ, આ સપાટી દ્વારા વાતાવરણના શુઘ્ધિકરણની પ્રક્રિયા કરી શકાશે. આ સંધોશનમાં નેનો પાર્ટીકલ્સ એ એન્ટી માઇક્રોબિયલ ગુણધર્મ સપાટીને પુરો પાડશે. આ નેનો પાર્ટીકલ્સની મદદ વડે બેકટેરીયા, ફુગ અને વાયરસનો નાશ શકય બનશે. આ નેનો પાર્ટીકલ્સના કારણે સપાટી પર આવતા બેકટેરીયા, ફુગ કે વાયરસ તેના સંપર્કમાં આવતા નાશ પામશે અને આમ આ સપાટી પર આવા જીવાણું ટકી શકે નહીં.

યુવા સંશોધક ડો. ડેવીટ ધ્રુવ મારફત આ ટેકનોલોજીનો ઉપયોગ કરી માસ્ક ઉપર ચાંદીનાં નેનો પાર્ટીકલ્સનું કોટીંગ કરી થોડાં મહિનાઓ પહેલા એન્ટી બેકટેરીયલ માસ્ક બનાવવામાં આવેલ હતો.

આમ, આ સંશોધન આવનાર સમયમાં ઇમારતની બહારની સપાટી કે ફર્નીચરની બહારની સપાટી માટે ખુબ જ ઉપયોગી સાબીત થશે. ડો. હેતલ બોરીચા અને ડો. ડેવીટ ધ્રુવે જણાવેલ કે, હાયડ્રોફોબિક કોટીંગ ની આ ટેકનોલોજી એર કંડીશન, રેફ્રિજરેટર, મકાનના લાકડાના બારી, બારણા, મકાનની દિવલો-છત વગેરે જગ્યાએ ભવિષ્યમાં વાતાવરણની આડઅસરથી બચાવશે.

આ સંશોધન ની પ્રાથમિક પેટન્ટ રજીસ્ટ્રર  કરાવતાં સંશોધકો ડો. હેતલ બોરીચા, ડો. ડેવિડ ધ્રુવ, કુશ વાછાણી, ડો. અશ્ર્વિની જોશી, ડો. પિયુષ સોલંકી અને પ્રો. નિકેશ શાહને યુનિ. ના કુલપતિ પ્રો. નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ વિજયભાઇ દેશાણી, કુલસચિવ ડો. જતીનભાઇ સોની, વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન પ્રો. ગીરીશભાઇ ભીમાણી, સિન્ડીકેટ સદસ્યો ડો. ભાવિનભાઇ કોઠારી, ડો. મેહુલભાઇ રૂપાણી વગેરેએ અભિનંદન પાઠવેલ છે.