સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલથી પ્રથમ ફેઝમાં ઓકિસજન સાથેની 50 બેડની હોસ્પિટલ શરૂ, આગામી બે-ત્રણ દિવસમાં સુવિધા થશે બમણી

0
16

કોરોનાની મહામારીમાં યુદ્ધના ધોરણે બેડ વધારવાની કામગીરી 

રાજયભરમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતા જાય છે. કોરોનાના કેસનો રાફડો ફાટતા બેડ ઘટી રહ્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા યુદ્ધના ધોરણે ઓકિસજન સાથેના બેડની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે ત્યારે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામાન્ય લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર તો કાર્યરત જ છે પરંતુ આવતીકાલથી યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલ ખાતે ઓકિસજન સાથેના 50 બેડ શરૂ કરવામાં આવશે જેની તમામ તૈયારીઓ થઈ ચુકી છે.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલથી 50 બેડમાં ઓકિસજન લાઈન સાથેના બેડની હોસ્પિટલ તૈયાર થઈ ચુકી છે જેમાં ડોકટર, નર્સિંગ સ્ટાફ સહિત 300થી વધુનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે. ડીસીએચસી માટે યુનિવર્સિટીમાં એક સપ્તાહથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાલથી 50 બેડ કાર્યરત થઈ જશે બાકીના 150 બેડ બે દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. ઉપરાંત રવિવારથી યુનિવર્સિટીના ક્ધવેન્શન બિલ્ડીંગ ખાતે 400 બેડની હોસ્પિટલ ઓકિસજન સાથે તૈયાર થઈ જશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ દિવસને દિવસે વધી રહ્યું છે ત્યારે આ સંક્રમણમાં હાલ ઓકિસજનના બેડની દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે કાલથી ઓકિસજન સાથેના 50 બેડની સુવિધા શરૂ થશે. બાકીના વધુ બેડ આગામી ત્રણ-ચાર દિવસમાં શરૂ કરવામાં આવશે જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર્દીઓને ડાયરેકટ એડમીટ નહીં કરવામાં આવે પરંતુ સિવિલ હોસ્પિટલમાં રેફરલ કરેલા દર્દીઓને જ જગ્યા આપવામાં આવશે.

હાલ 400 બેડ જલ્દીથી તૈયાર થઈ જાય તે માટે યુદ્ધના ધોરણે બેડ વધારવાની કામગીરી શરૂ છે.

યુનિવર્સિટીમાં 400 બેડ તૈયાર થયા બાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ડોકટર અને નર્સની ટીમ ફાળવવામાં આવશે જેમાં લગભગ 250થી વધુ ડોકટર અને નર્સ 24 કલાક કાર્યરત રહેશે. આ ઉપરાંત યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ અને હોમિયોપેથી કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેનો પેરામેડિકલ સ્ટાફ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here