Abtak Media Google News
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૩ ફેકલ્ટીના અભ્યાસ ક્રમને નેકના આધારે બદલાવવામાં આવશે

  • આઈકયુએસી વિભાગ દ્વારા સંશોધન માટે દરેક ભવને રૂ.૫૦ હજારની ગ્રાન્ટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૯માં નેકનું મુલ્યાંકન થઈ રહ્યું છે. ત્યારે તેમાં એ-પ્લસ ગ્રેડ મેળવવા માટે સૌ.યુનિ.ના સત્તાધીશો દ્વારા અત્યારથી જ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. સૌ.યુનિ.ના ૨૮ વિભાગો દ્વારા આગામી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૫૦ પેટન્ટ ફાઈલ કરાવવામાં આવશે. ઉપરાંત ૧૩ ફેકલ્ટીનો અભ્યાસક્રમ પણ નેકના આધારે બદલાવવામાં આવશે. સાથો સાથ આઈકયુએસી વિભાગ દ્વારા સંશોધન માટે દરેક ભવનને રૂ.૫૦ હજારની ગ્રાન્ટ આપી પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે.

રાજયની એકમાત્ર એ-ગ્રેડ ધરાવતી સૌ.યુનિ. વર્ષ ૨૦૦૨માં ચાર સ્ટાર પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ ૨૦૦૯માં ૨.૯૩ માર્ક અને ૨૦૧૪માં ૩.૦૫ માર્ક સાથે એ-ગ્રેડ મેળવ્યો હતો. હવે વર્ષ ૨૦૧૯માં સૌ.યુનિ. ચોથી વખત નેકના મુલ્યાંકનમાં ભાગ લેશે. ૧૩૭ પેરામીટર, ૯૯ આંકડા, ૩૮ કવોલીટી, ૩૪ અને ૭ ક્રાઈટ એરીયામાં ડેવલોપમેન્ટ કરી યુનિવર્સિટી એ-પ્લસ ગ્રેડ મેળવવાના પ્રયાસો કરશે.

 

નેકના ૭ ક્રાઈટ એરિયાના ૧૦૦૦ માર્કસ

૧. અભ્યાસક્રમ (૧૫૦ માર્કસ): ૧૩ ફેકલ્ટીમાં અભ્યાસક્રમ બદલાશે, વિધાર્થીઓ પાસેથી ફીડબેક લેવામાં આવશે

૨. ટીચીંગ એન્ડ લર્નીંગ (૨૦૦ માર્કસ): રીઝર્વેશન પોલીસી, વિદેશી વિધાર્થીઓના પ્રવેશ, તમામ સમાજના વિધાર્થીઓની સંખ્યા, નબળા વિધાર્થીઓને ગાઈડન્સ માટે રેમીડયલ કોચીંગ

૩. રિસર્ચ ઈનોવેશન એન્ડ એકસ્ટેન્શન (૨૫૦ માર્કસ): દરેક વિભાગને રૂ.૫૦ હજાર ગ્રાન્ટ, એસીપી હેઠળ સાયન્સ અને સેન્ટર ઓફ એડવાન્સ સ્ટડી કાર્યરત કરવા, યુનિવર્સિટીનું પ્રકાશન

૪. ઈન્ફાસ્ટ્રકચર એન્ડ લર્નીંગ રિસોર્સીસ (૧૦૦ માર્કસ): લાયબ્રેરી, તમામ ભવનો સો લાયબ્રેરીનું જોડાણ, દરેક અધ્યાપકને ૫૦૦ એમબીથી ૧ જીબીનું નેટ, ૮ હોસ્ટેલ, ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ, બે ગેસ્ટ હાઉસ, ૧૫ સેમીનાર હોલ, ૧૦ ઓડિટોરીયમ

૫. સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેશન (૧૦૦ માર્કસ): એલ્યુમનીમીટ દર ૨૩મફીએ

૬. ગવર્નમેન્ટ લીડરશીપ એન્ડ મેનેજમેન્ટ (૧૦૦ માર્કસ): ફૂલ ટાઈમ કો-ઓર્ડીનેટર, નેકના સીનીયર મોસ્ટ એડવાઈઝર બી.એસ.મધુરકરે આઈકયુએસી સેલને રોલ મોડલ ગણાવ્યું હતું, યુનિવર્સિટીનું ૩૦૦ કરોડનું ભંડોળ

૭. ઈન્સ્ટિટયુશન વેલ્યુ એન્ડ બેસ્ટ પ્રેકટીસ (૧૦૦ માર્કસ): સામાજીક જવાબદારી, અત્યાર સુધીમાં ૩૦ હજારી વધુ મોટા વૃક્ષ, નગર વંદન યોજના અંતર્ગત વન વિભાગ દ્વારા સૌ.યુનિ.માં રોપાયા છે  (ગ્રીન કેમ્પસ બનાવવું), એલઈડી લાઈટ, સોલાર પેનલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.