Abtak Media Google News

કાલથી ૧૩ ઓગસ્ટ સુધી એકસટર્નલનાં વિદ્યાર્થીઓ પોતાની નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીજી.ની સેમેસ્ટર-૨ની તમામ પરીક્ષાઓ કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીનાં માર્ગદર્શન હેઠળ તા.૨૭/૮/૨૦૨૦થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.એ અને એમ.કોમ.ના એકસટર્નલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-૨ના વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે પરીક્ષા આપવા માટે પોતાની નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. આ પ્રકારનો અતિ મહત્વનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી દ્વારા કરવામાં આવેલ છે. એમ.એ. અને એમ.કોમ.ના એકસટર્નલના વિદ્યાર્થીઓ પોતાના લોગઈન આઈડીમાંથી તા.૮/૮/૨૦૨૦ થી તા.૧૩/૮/૨૦૨૦ સુધીમાં પોતાની નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે.

આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીએ અબતક સાથેેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એમ.એ. અને એમ.કોમનાં એકસટર્નલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા સેમ-૨નાં વિદ્યાર્થીઓને હાલની પરિસ્થિતિ મુજબ પરીક્ષા માટે દુર ન જવુ પડે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ આવતીકાલથી તા.૧૩મી ઓગસ્ટ સુધી પોતાના લોગ ઈન આઈડીમાંથી પોતાનું નજીકનું કેન્દ્ર પસંદ કરી શકશે અને પરીક્ષા આપી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.