- ગુજરાતના પનોતા પુત્રની ઓચિંતી વિદાય
- પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સાંસદ, ધારાસભ્ય, રાજકીય સામાજિક અગ્રણીઓ શ્રદ્ધાંજલિ પાઠવી
અમદાવાદ નજીક થયેલા એક દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીનું નિધન થતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ ઘટનાથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં એક મોટી ખોટ પડી હોવાનું અનુભવાઈ રહ્યું છે.
આ દુર્ઘટનાના સમાચાર મળતા જ રાજ્યભરના રાજકીય અગ્રણીઓ, ધારાસભ્યો, સાંસદો, અને વિવિધ સામાજિક સંગઠનોના નેતાઓએ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિજયભાઈએ સૌરાષ્ટ્રના વિકાસ માટે હંમેશા પ્રાથમિકતા આપી હતી. વેપારી સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓએ પણ વિજયભાઈના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેમને “સૌરાષ્ટ્રના સેવક” તરીકે બિરદાવ્યા હતા.
વિજયભાઈ રૂપાણીનું નિધન ગુજરાતના રાજકારણ અને સામાજિક જીવનમાં એક શૂન્યતા સર્જી ગયું છે. તેમના કાર્યો, તેમની સાદગી અને લોકસેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા હંમેશા યાદ રહેશે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યો, તેમની સાદગી અને લોકસેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા હંમેશા ગુજરાતને યાદ રહેશે