Abtak Media Google News

દેશમાં કોરોના વાઈરસ બોલિવૂડ સેલેબ્સ અને રાજનેતાઓ સહિત ખેલ જગત પર પણ કહેર મચાવી રહ્યો છે. રવિવારે IPL-2021માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન છે. ચેતનના પિતા કાનજીભાઈની છેલ્લા 11 દિવસથી કોરોનાની સારવાર ચાલી રહી હતી.

0Ef4B1A3 B33F 4F75 9755 1D9D13091457

IPL સ્થગિત થયા બાદ ચેતન સાકરિયા પીપીઈ કિટ પહેરીને પોતાના પિતાને મળવા માટે હોસ્પિટલ પણ ગયો હતો. ચેતનને ગત સપ્તાહે જ જાણ થઈ હતી કે, તેના પિતા કોરોના સામે જંગ લડી રહ્યાં છે.

રાજસ્થાન રોયલ્સે ટ્વીટ કરતા લખ્યું છે કે, આ વાત જાણીને ખૂબ જ દુ:ખ થયું કે, ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ સાકરિયા કોરોના સામેની જંગમાં હારી ગયા છે. અમે ચેતન સાકરિયા સાથે સંપર્કમાં છીએ અને આ મુશ્કેલ સમયમાં તેને અને તેના પરિવારને શક્ય તમામ મદદ કરવાની કોશિશ કરીશું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનએ પાઠવી ચેતનના પિતાને શ્રધ્ધાંજલી છે.

45450540 6680 49C0 8A54 0F11A101B1Da

ઉલ્લેખનિય છે કે,IPLમાં સિલેક્ટ થયાના થોડા સમય પહેલા તેના ભાઈનું નિધન થયું હતું અને જ્યારે એ આઇપીએલમાં કેટલીક મેચ રમીને ખુબજ સુંદર પ્રદર્શન કરી ચુક્યો છે.

ભાવનગરના વતની ચેતન સાકરિયાએ IPL-2021માં યુવા ક્રિકેટરોમાંથી એક છે, જેણે પોતાની શાનદાર રમતના જોરે દિગ્ગજોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ટૂર્નામેન્ટ સ્થગિત થયા પહેલા ભલે તેની ટીમ રાજસ્થાન રોયલ્ય પોઈન્ટ ટેબલમાં ટૉપની ટીમોમાં સામેલ ના થઈ શકી હોય, પરંતુ ચેતન સાકરિયાએ પોતાની ધારદાર બોલિંગ અને ચપળ ફિલ્ડિંગથી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. ચેતન સાકરિયાએ આ સિઝનની 7 મેચોમાં 7 વિકેટ ઝડપી હતી. જેમાં એમએસ ધોની, સુરેશ રૈના, કેએલ રાહુલ જેવી મહત્વની વિકેટો સામેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.