Abtak Media Google News

સપનાઓ સાથે સમાધાન નહિ, લક્ષ્ય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરો

ગોવામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વિશ્ર્વકપમાં ક્વોલીફાય: મનીષા વાળાને હવે ગોલ્ડ મેડલ મેળવવાનો લક્ષ્યાંક

અબતક,અતુલ કોટેચા

વેરાવળ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મનીષા વાળાએ એક સામાન્ય શ્રમિક પરિવારમાંથી આવતી મનીષાના પિતા એક સિમેન્ટ ફેક્ટરીમાં શ્રમિક તરીકે કામ કરે છે. પરંતુ પારાવાર આર્થિક તકલીફો સામે ઝૂક્યા વગર આ શ્રમિક પુત્રી કિક બોક્સિંગના ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. મનીષા માર્ચ-2022માં આયરલેન્ડના ડબલીન ખાતે કિક બોક્સિંગના ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં -60 વેઈટ કેટેગરીમાં ક્વોલીફાઈ થઈ છે. આમ, ગીર સોમનાથ જિલ્લાની વધુ દિકરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત તરફથી રમતી જોવા મળશે.

હાલ વડોદરા ખાતે તાલીમ મેળવી રહેલી મનીષા વાળાએ કહે છે. સપનાઓ સાથે સમાધાન કરો નહિં. લક્ષ્ય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરતા રહો. એક દિવસ પરિણામ તમારા પક્ષમાં હશે. હું અભ્યાસમાં તેજસ્વી રહી છું. પણ બાળપણથી જ રમતગમત પ્રત્યે ખૂબ લગાવ હતો. આ મારો શોખ આજે અલગ મૂકામ પર લઈ ગયો છે. ખાસ કરીને પરિવારમાં મારા માતા-પિતાએ વિપરીત પરિસ્થિતિ હોવા છતાં તેમણે સ્પોર્ટસમાં આગળ વધવા ખૂબ પ્રોત્સાહિત કરી. તેમણે મને એક ગર્લ્સ તરીકે ક્યારેય ટ્રીટ કરી નથી. ઉપરાંત સમાજમાં એક ઉંમરે છોકરીઓને લગ્ન માટે દબાણ કરવામાં આવતું હોય છે. મનિષા માને છે કે, સ્પોર્ટસમાં આગળ વધવા પાછળ પિતા જગદિશભાઈ અને માતા પ્રાંચીબેનનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે.

ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં કેટેગરીમાં ક્વોલીફાઈ થવા માટે ઓગસ્ટમાં ગોવાના દયાનંદ બદોંગર ક્રીડા સંકુલ પેડેમ (સ્ટેડિયમ) ખાતે સીનીયર નેશનલ કીક બોક્સીગના કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેના આધારે હિમાચલ પ્રદેશના ઈન્દીરા ગાંધી સ્ટેડિયમ ખાતેના ઈન્ડિયા કેમ્પમાં સામેલ કરવામાં આવી. આ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવામાં આવી હતી. મનીષા કહે છે કે, રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતનું યુવાધન સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવાની દિશામાં આગળ વધ્યું છે. સ્પોર્ટ્સ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટરક્ચર પણ વિકસાવવામાં આવી રહ્યું છે.

કિક બોક્સિંગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સારા કોચ મળવા મુશ્કેલ હોય છે. પણ હાલ સિદ્ધાર્થ ભાલેગરે સર પાસે કોચિંગ મેળવી રહી છે. જે કિક બોક્સિંગમાં ખ્યાતિ પ્રાપ્ત કોચની સાથે કિક બોક્સિંગના સારા ખેલાડી રહી ચૂક્યા છે. તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મનીષા વાળાના આ સિદ્ધિને બિરદાવી સન્માનિત કરી હતી. આ અંગે વાત કરતા મનીષાએ કહ્યું કે, મને પ્રોત્સાહિત કરવાની સાથે તેમણે તમામ મદદ તૈયારી દર્શાવી હતી. તેમના શુભેચ્છા-આશીર્વાદ મેળવાનો મનીષાએ આનંદ વ્યક્ત કર્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.