Abtak Media Google News

હુમલો બાદ ગોરડકા ગામના લોકો માં ફફડાટ ફેલાઈ ગયો છે.

સાવરકુંડલાના ગોરડકા ગામ મોડી રાત્રે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહ ફાડી ખાધી હતી. આ ઘટનાની જાણ સવારે વાડી માલિકને થતા વાડી માલિકે વનવિભાગને જાણ કરતા વનવિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અમરેલી જિલ્લામાં સાવજોને દીપડાનો વસવાટ છે ત્યારે સાવરકુંડલા તાલુકાના ગોઠડા ગામે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહ ઉપડી ગયો હતો. બાળકીને ફાડી ખાધી હતી.  વનવિભાગના પ્રાથમિક તારણ મુજબ આ વિસ્તારમાં સિંહોનો વસવાટ હોવાથી આ બાળકીને સિંહે ફાડી ખાધી હોય તેઓ વનવિભાગનું પ્રાથમિક તારણ છે.

બાળકી પર હુમલો થતા  ગોરડકા ગામના લોકો માં ફફડાટ ફેલાઈ ગયો છે. ગોરડકા ગામમાં વાડીમાં  દાહોદથી આવેલા ખેત મજૂરો  પરિવારના સાથે સુતા હતા ત્યારે સવારના સમયે આઠ વર્ષની બાળકી  ઉપર નજરે ન પડતા તેઓએ શોધખોર શરૂ કરી હતી ત્યારે એ વાત સામે આવી કે બાળકી પર સાવજ દ્વારા હુમલો કરી નજીકના વિસ્તારમાં લઈ જઈએ ને ફાડી ખાધી હતી.  આ ઘટનાની જાણ વન વિભાગને થતાં વન વિભાગ તુરંત જ ઘટનાસ્થળે પહોંચીને આસપાસના વિસ્તારના એરિયામાં પ્રાણીઓની ગોતવાની તજવીજ હાથ ધરી હતી.

વનવિભાગ દ્વારા જંગલી પ્રાણીના પગલાંને કારણે સિંહ હુમલો કર્યો હોય તેઓ વનવિભાગનું પ્રાથમિક અનુમાન છે. અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહોનો વસવાટ છે તેને લઈને ભૂતકાળમાં પણ મનુષ્ય પર અનેક હુમલાના બનાવો બન્યા છે ત્યારે આ ઘટનાથી ગોરડકા ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.