Abtak Media Google News

સાવરકુંડલા શહેરમાં સ્વેચ્છિક લોકડાઉન હોવા છતાં તંત્ર દ્વારા સમગ્ર શહેર ની દુકાનો બંધ કરાવતા શહેરના વેપારીઓ રોષે ભરાયા 

બારોબાર ચેમ્બર ઓફ કોમર્સ અને નગરપાલિકા દ્વારા  લેવાયો બંધનો નિર્ણય શહેરના વેપારીઓએ જણાવ્યું કે અમને આ બાબતે કોઇ જાણ નથી છતાં કેમ પોલીસ તંત્ર દ્વારા શહેરના બંધ કરવામાં આવે છે શહેરના વેપારીઓમા અનેક તર્ક વિતર્કો

સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સ અને નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે ચાર દિવસ સાવરકુંડલા બંધનો નિર્ણય લેવામાં આવ્યો હોય પરંતુ સાવરકુંડલાના વેપારીઓ દ્વારા બંધ ના નિર્ણયને આવતીકાલથી વખોડી કાઢવામાં આવશે શહેરના તમામ વેપારીઓ આવતીકાલથી ફરી પોતાની દુકાનો ખોલી શહેર ને ધમધમતું કરશે જેવું સાવરકુંડલા શહેરના નાના-મોટા વેપારીઓ એ આક્રોશપૂર્વક જણાવ્યું હતું અને જો સરકાર લોકડાઉન  નિર્ણય આપશે તો સમગ્ર સાવરકુંડલા શહેર તેનું પાલન કરશે પરંતુ આ સ્વેચ્છિક લોકડાઉન  ના નિર્ણયને સાવરકુંડલાના વેપારીઓ વખોડી કાઢીસે સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સ ને વેપારી એસોસિયેશન દ્વારા કરાઈ લેખિત રજૂઆત સાવરકુંડલા શહેરમાં સ્વેચ્છિક લોકડાઉન  ના નિર્ણયને વેપારી એસોસિયેશન વખોડી કાઢસે જો રાજ્ય સરકાર અથવા ભારત સરકાર હજ્ઞભસમજ્ઞૂક્ષ ની જાહેરાત કરશે તો સમગ્ર સાવરકુંડલા શહેર લોકડાઉન  ને માન આપી પોતાના ધંધા બંધ રાખશે જેવું સાવરકુંડલાના નાના મોટાં વેપારીઓએ જણાવ્યું હતુ

જ્યારે સમગ્ર શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ યથાવત છે અને શહેરમાં સ્વેચ્છિક લોકડાઉન  ની જાહેરાત કરવામાં આવી છે પરંતુ સાવરકુંડલા શહેરના મહુવા રોડ ઉપર આવેલ એસટી ડેપો કે જ્યાં લોકોની અવરજવર ખુબ જ વધારે રહે છે છતાં એસ ટી ડેપો ને બંધ કેમ કરાવવામાં આવતો નથી જો આવી ને આવી પરિસ્થિતિ રહેશે કોઈ બિમારી ફેલાશે અથવા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો કોની સામે પગલા લેવા છે અને કોણ જવાબદાર ગણાશે જ્યારે સાવરકુંડલા શહેરમાં લોકડાઉન  જેવી સ્થિતિ હોય છતાં પણ માત્ર સાવરકુંડલા એસટી ડેપો પર લોકોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે સવાલ થઇ રહ્યો છે કે શું કોરોનાવાયરસ માત્ર ને માત્ર સાવરકુંડલા શહેરમાં જ આટા મારે છે તેવું શહેરના વેપારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને આવતીકાલથી શહેરના વેપારીઓ લોકડાઉન  ને માન નહી આપે અને પોતાની દુકાનો કાલે સવારથી ખોલી નાખશે જવું શહેરના નાના-મોટાં વેપારીઓએ એ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.