Abtak Media Google News

સાંસદ નારણભાઇ કાછડીયાએ આશ્રમની મુલાકાત લઇ ભકિતબાપુની સેવાને બિરદાવી

હાલ કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. ત્યારે સાવરકુંડલાના માનવ મંદિર ખાતે ટુંક સમયમાં 100 બેડની કોવિડ કેર સેન્ટર શરુ થનાર છે. ત્યારે સાંસદ નારણભાઇ કાછડીયા, સાવરકુંડલા પાલિકા પ્રમુખ રાજુભાઇ દોશી સહીતના આગેવાનોએ મુલાકાત લીધી હતી. લાઇફ કેર હોસ્પિટલના ચીફ ડો. વોરાના સુપરવિઝનમાં માનવ મંદિર આશ્રમ ખાતે ટુંક સમયમાં 100 બેડની કોવિડ કેર સેન્ટશ શરુ થનાર છે. ત્યારે સાંસદ નારણભાઇ કાછડીયા સહીતના આગેવાનોએ ડો. વોરાના પ્રયાસને તથા ભકિતબાપુની સેવાને બિરદાવી હતી.આ તકે સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે રમણીય વાતાવરણમાં કોવિડ સેન્ટરમાં આવનાર દર્દીઓને સીધો શુઘ્ધ ઓકિસજન મળશે. અને દર્દીઓ ઝડપથી સાજા થશે તેઓ આશાવાદ વ્યકત કર્યો હતો. અને સંતના પ્રયાસને બિરદાયો છે. આશ્રમના ભકિતબાપુએ જણાવ્યું હતું કે આવી કોરોનાની વકરતી જતી મહામારીમાં મારો આશ્રમ જો સરકાર અને લોકોને ઉપયોગી થતો હોય તો એનાથી વધારે ઉંચી સેવા કોઇ નથી. માનવતાનો ધર્મને સ્વીકારી નિ:સ્વાર્થ ભાવે લોકો સેવા કરવી એજ સાચી સેવા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.