Abtak Media Google News
  • સેવ બરફી બનાવવા માટે જોઇતી સામગ્રી:
  • /૨ કપ દૂધ
  • ૨ કપ ખાંડ
  • સેવ– ૫૦૦ ગ્રામ મોરા
  • ૧ ઊંલ માવા/ખોયા
  • કાજૂ– ૨૦થી૨૫
  • ૨૦થી૨૫ બદામ
  • ૪ ટીંપા પીળો રંગ
  • ૭થી૮ ટીંપા ગુલાબ જળ
  • ૨૦થી૨૫ પિસ્તા
  • જો તમે આ દિવાળીએ કોઇ નવી મિઠાઇ બનાવવા માંગતા હોવ તો તમારા મહેમાન માટે અમે આજે શીખવીશું એક સ્વાદિષ્ટ વાનગી. કે જેને જોઇ તુરંત જ મહેમાનનાં મોમાં પાણી આવી જશે. આજે અમે તમને બનાવતા શીખવીશું સ્વાદિષ્ટ સેવ બરફી.

સેવ બરફી બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ તમે એક નોન સ્ટિક પેનમાં ત્રણ કપ પાણી અને બે કપ ખાંડ નાખો. ત્યાર બાદ તેને ગેસ પર ધીમા તાપે મૂકી દો. પછી તેને ત્યાં સુધી સતત હલાવતા રહો કે જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય. હવે નાની ચાર ચમચી દૂધ નાંખી દો. પરંતુ જો તેમાં તેની ઉપર તોળ તરતી હોય અથવા તો વધુમાં કંઇ પણ તરતુ જોવાં મળે તેને બહાર ફેંકી દેવું. હવે તેમાં ખાવાનો રંગ મિક્ષ કરો. પછી ગેસને મીડિયમ કરો અને એમાં સેવ નાંખો. તેને વધુ હળવેથી મિક્ષ કરો. જેથી સેવ તેમાં તૂટી ન જાય. ત્યાર બાદ તેમાં માવો નાંખો અને મિક્ષ કરી દો. હવે તેમાં બે કપ દૂધ નાંખી મિશ્રણ કરો. સાથે ગુલાબજળ તેમાં નાંખી તેને બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં કાજુ, પિસ્તા અને બદામ નાંખી તેનું બરાબર મિશ્રણ કરો. આ બધું જ મિશ્રણ તૈયાર કર્યા બાદ પછી અલગથી એક એલ્યુમિનિયમ ટ્રે લો. તેનાં પર ઘી લગાવી દો અને આ ટ્રેમાં મિશ્રણને બરાબર નાંખી તેને ટ્રે પર ફેલાવી દો. હવે આની ઉપર વધેલા કાજુ, બદામ અને પિસ્તાને તેની ઉપર સજાવી દો. હવે એને ઠંડી થવા મૂકી દો. જ્યારે આ પૂરી ઠંડી થઇ જાય તો એને એક ચોરસ પીસમાં કાપી દો. તો લો હવે તમારી આ બરફી થઇ ગઇ છે તૈયાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.