Abtak Media Google News

દર વર્ષે બોર્ડના ૨૬ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ફેઇલ થાય છે

માતૃભાષા જ વ્યક્તિની ઓળખાણ હોય છે. તેનો વારસો આપણી જવાબદારી છે. માટે ગૌરવવંતી ગુજરાતી ભાષા ગુજરાતનું સર્વત્ર છે. પરંતુ દરવર્ષે બોર્ડના ૨૬ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં જ ફેઇલ થાય છે. તે ઘણી શરમજનક બાબત કહેવાય માટે માતૃભાષાને બચાવવા સરકાર હરકતમાં આવી છે. માતૃભાષા બચાઓ અભિયાનમાં જોડાયેલા રાજેન્દ્ર પટેલ જણાવે છે કે ગુજરાતીઓ માતૃભાષા સિવાયની લેન્ગવેજોને અપનાવતા થયા છે.

અને જનસંખ્યા વધતા માતૃભાષાનો વિકાસ થતા નથી. ગુજરાતીના જાણીતા લેખક પટેલ અને ગુજરાતી માતૃભાષા અભિયાનના અન્ય લોકોએ ભાષાને બચાવવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ રાજ્યોમાં અંગ્રેજી તેમજ નવોદય અને સીબીએસઇ જેવી સ્કૂલોમાં ગુજરાતી ભાષાને અભ્યાસક્રમમાં જોડવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જે લોકો માતૃભાષા બોલે છે તે ભાષાની ચોક્કસતા જાળવતા નથી. અને દર વર્ષે રાજ્યમાં ૨૬ ટકા બોર્ડના વિદ્યાર્થીઓ માતૃભાષા વિષયમાં ફેલ થાય છે.

અભિયાને ગુજરાત હાઇકોર્ટમાં ભાષાના બચાવ અંગે અરજી દાખલ કરી હતી. કે વિદ્યાર્થીઓને સ્કૂલોમાં વ્યવસ્થિત ભાષા શિખવવામાં આવે, એવામાં અર્બન શહેરી વિસ્તારના લોકો મિક્સ ગુજરાતીના વલણ તરફ વળ્યા છે. તો યુવાનો અંગ્રેજી અને હિન્દી બોલતા થયા છે. નવી પેઢીના સંતાનો પોતાના બાળકોને ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ભણાવવા ઇચ્છતા નથી. માટે ગુજરાતી ભાષામાં તેઓ ‘ઢ’ સાબિત થાય છે.

અને સમૃધ્ધ ભાષા ગુજરાતીમાં જ બાળકો ફેઇલ થાય છે. માટે તમામ માધ્યમોથી ગુજરાતી ખૂબ જ આવશ્યક છે એવામાં સોશિયલ મિડિયા અને ડિજીટલ યુગ તરફ વળેલા યુવાનો માટે કંઇક એવુ રસપ્રદ મનોરંજક પ્લેટફોર્મ ટૂંક સમયમાં જ આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.