Abtak Media Google News

લાઠી પંથકમાં પ સરોવરો સ્થાપી જળક્રાંતિ સાથે હરિત ક્રાંતિનું પુરૂ પાડયું ઉત્કૃષ્ઠ ઉદાહરણ

લાઠી તા૨૫ ગૂજરાત ના જાણીતા ઉધોગપતિ ડાયમંડ કિંગ શ્રી સવજીભાઈ ધોળકિયા જેઓ રિવર મેન જળક્રાંતિ ના પ્રણેતા છે અને તેમણે લાઠી તાલુકાના દુધાળા ગામે પાંચ સરોવર નું નિર્માણ કર્યું છે અને અહી જળક્રાંતિ ની સાથે હરીતક્રાંતી નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે ગુજરાત સરકાર ની સોલાર દ્વારા વીજ ઉત્પાદન માટે ની પહેલ ને આવકારી શ્રી સવજીભાઈ ધોળકિયા એ દુધાળા હેત ની હવેલી પોતાના નિવાસસ્થાને ઘરવપરાશ માટે ગુજરાત નો સૌથી  મોટો સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે  અને લોકો માં આ સંદર્ભે જાગૃતતા આવે અને લોકો પોતાની વીજળી પોતેજ ઉત્પન્ન કરવા માટે પ્રેરિત થાય અને આર્થિક ફાયદાની સાથે પર્યાવરણ ના રક્ષણ માં પોતાનું યોગદાન આપે તે માટે તેમના દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. સવજીભાઈ નો પર્યાવરણ પ્રત્યે નો પ્રેમ ખૂબ જાણીતો છે અને તેમના કાર્યો અને પ્રકૃતિ પ્રેમ ની નોંધ દેશ ના સીમાડાઓ વટી વિદેશ ના દેશો માં પણ લેવામાં આવી રહી હોય ત્યારે

તેમના સોલાર પ્લાન્ટ લગાવવા થી ખૂબ મોટી સંખ્યા માં લોકો પ્રેરિત થશે અને પોતાના ઘરે કે ઉદ્યોગ માં પણ સોલાર પ્લાન્ટ લગાવી અને પર્યાવરણ ના રક્ષણ માટે પોતાનું યોગદાન આપવા સોલાર પ્લાન્ટ લગાવશે તેમાં કોઈ શંકા નથી સાથે ગુજરાત ના ઘરવપરાશ માટે ના મોટા સોલાર પ્લાન્ટ ની સ્થાપના કરવા માટે  સવજીભાઈ ધોળકિયા ખરા રૂપે સ્વનિર્ભરતા ના હિમાયતી છે પહેલા પાણી અને પછી વીજળી આપના હાથ જગન્નાથ પર્યાવરણ પ્રકૃતિ માટે આશીર્વાદ રૂપ સોલાર પ્લાન્ટ ઉભો કર્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.