સાવજોની ડણક છેક કર્ણાવતીમાં સંભળાશે!!!

સિંહોની વસતી વાર્ષિક 3 ટકાના દરે વધશે તો પણ આગામી 25 વર્ષમાં સંખ્યા 2500 સુધી પહોંચી જશે, જેને કારણે સિંહનું સરનામું અમદાવાદ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સુધી વિસ્તરે તેવી શકયતા

આગામી 25 વર્ષમાં કર્ણાવતીમાં સાવજોની ડણક સંભળાય તો નવાઈ નહિ. અમદાવાદીઓએ સાવજ જોવા માટે ગીર જવાની જરૂર નહીં પડે. જંગલના રાજા તરીકે ઓળખાતા સિંહની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2047 સુધીમાં અમદાવાદીઓ સોશિયલ મીડિયા પર તેમની સાથે સેલ્ફી શેર કરતા થઈ જશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં ગીરના સિંહનું નવું સરનામું અમદાવાદ, જામનગર અને દેવભૂમિ દ્વારકા હોઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 25 વર્ષમાં ગુજરાતમાં સિંહની વસતી વધીને 2600 થઈ જશે. જો વાર્ષિક વૃદ્ધિ દર 5 ટકા રહેશે તો આ આંકડો પાર થઈ જશે. મંત્રાલય દ્વારા આ બાબતના સંબંધિત અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટ લાયન માટે આ અનુમાનને પણ ધ્યાનમાં લેવામાં આવે અને 25 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા વધારા કરવામાં આવે. સૂત્રોનું કહેવું છે કે, જો ગુજરાતમાં સિંહોની વસતી વાર્ષિક 3 ટકાના દરે વધશે તો પણ 2500 સુધી પહોંચી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 25 વર્ષમાં ગુજરાતમાં સિંહની વસતી વધીને 2600 થઈ જશે. જો વાર્ષિક વૃદ્ધિ દર 5 ટકા રહેશે તો આ આંકડો પાર થઈ જશે. મંત્રાલય દ્વારા આ બાબતના સંબંધિત અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટ લાયન માટે આ અનુમાનને પણ ધ્યાનમાં લેવામાં આવે અને 25 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા વધારા કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ પ્રોજેક્ટ લાયનના સંદર્ભમાં કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવ, રાજ્યમંત્રી જગદિશ પંચાલ  તેમજ અન્ય અધિકારીઓએ ગિરમાં એક મીટિંગ રાખી હતી, જેમાં આ અનુમાન વિશે ચર્ચા કરી હતી. જગદિશ પંચાલ જણાવે છે કે, મીટિંગ દરમિયાન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે આગામી 25 વર્ષમાં સિંહોના નવા આવાસની શક્યતાઓ અને તેમની વધતી વસતીને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટની રચના કરવામાં આવે. આ સિવાય કેન્દ્રીય મંત્રીએ સિંહોને સંરક્ષણ માટે સ્થાનિકો દ્વારા કરવામાં આવતા પ્રયત્નોના વખાણ પણ કર્યા હતા.
ભાવનગરમાં ઉમઠ વીરડી, ગિર, ગિરનાર, મિટિયાલા, હિંગોલગઢ, રાજુલાથી જાફરાબાદ સુધીના દરિયાકિનારાનો પટ્ટો તેમજ મહુવા સુધી સિંહો માટે સેટેલાઈટ્સ હેબિટટ્સની પ્રસ્તાવના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે તેમજ તેઓ લુપ્ત ન થાય તે માટે પ્રોજેક્ટ લાયનની શરુઆત કરવામાં આવી છે.