Abtak Media Google News

વિહિપ દ્વારા પ્રજાજનો પાસેથી મંગાવવામાં આવેલા થીમ સુત્રમાંથી ‘કાનજી’ને ચમકાવતુ સુત્ર પસંદ કરાયું

વિ.હિ.પ. દ્વા2ા જન્માષ્ટમી મહોત્સવ નિમિતે શોભાયાત્રા તથા અન્ય કાર્યક્રમોની વણઝા2 યોજવામાં આવે છે. આ અંતર્ગત ચાલુ 36માં વર્ષે પણ ભવ્યાતિભવ્ય 2ીતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવને ઉજવવામાં આવશે. કાર્યક્રમની પૂર્વ તૈયા2ી રૂપે તથા માહોલને કૃષ્ણમય બનાવવા માટે તાજેત2માં વિશ્ર્વ હિન્દુ પિ2ષદ શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલય ખાતે  જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-2022 ની સમિતિ તથા યુવક મંડળો, લત્તા મંડળો વિ. ના પ્રતિનિધીઓ કાર્યક2ોની એક અગત્યની બેઠકનું આયોજન ક2વામાં આવ્યું હતું. આ તકે વિ.હી.પ. પદાધિકા2ીઓ હાજ2 2હયાં હતાં.

શોભાયાત્રામાં દ2 વખતે એક નવા જ સૂત્રની જાહે2ાત અને એક થીમની જાહે2ાત ક2વામાં આવે છે અને આ થીમ પ2 શોભાયાત્રાના મુખ્ય 2થની કૃતિ બનાવવામાં આવે છે. તે વિષય આધા2ીત 2થને શોભાયાત્રામાં સૌપ્રથમ સ્થાન આપવામાં આવે છે.

આ વખતે જન્માષ્ટમી મહોત્સવની થીમ તથા સૂત્રની ઘોષણા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વા2ા ક2વામાં આવી હતી. જેમાં આ વર્ષે શિવ કહો, કે કહો શ્રી યશોદાનંદ, આઝાદી નો 2ંગ કાનુડાને સંગ ના સુત્રની જાહે2ાત પ.પૂ. મહંત  ન2ેન્દ્રબાપુ તથા અગ્રણીઓની હાજ2ીમાં ક2વામાં આવી હતી તથા આ વર્ષની યશોદા માતા, બાલકૃષ્ણ, ભા2ત માતા તથા આઝાદીના લડવૈયાઓની થીમ જાહે2 ક2વામાં આવેલ હતું.  આ બેઠકમાં એવો નિર્ધા2 ક2વામાં આવ્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા તમામ સંસ્થા, મંડળ, ગ્રુપ, લત્તાના સક્રિય આગેવાનો તથા કાર્યર્ક્તા દ્વા2ા સમગ્ર શહે2ને કેસ2ીયો માહોલ બનાવવા તમામ લોકો કામે લાગી જશે.  શ્રી જન્માષ્ટમી મહોત્સવને સફળ બનાવવા માટે પોતાનું તન-મન-ધન થી યોગદાન આપશે તેવું જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વા2ા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.