Abtak Media Google News

સાયલાના સુદામડાના યુવાન પોલીસ સહિતની ભરતી માટે તૈયારી કરતો હતો. શનિવારે સુદામડા રસ્તે માટે દોડતા દોડતા અચાનક પડી ગયો હતો. આ બાબતની જાણ થતાં પરિવારજનોએ સાયલા દવાખાને સારવાર લઇ જવામાં આવતા ડોક્ટરે હાર્ટ એટેકથી મોત થયાનું જણાવતા પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો. સાયલાના સુદામડા ગામે રહેતા પ્રવિણભાઇ ભાથાભાઇ ચાવડાના 25 વર્ષીય પુત્ર કલ્પેશભાઇ હાલમાં ટીટોડા-શખપર પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર શિક્ષક તરીકે સેવા આપતા હતા.

Advertisement

સ્પર્ધાત્મક પરિક્ષા દેવાનું સ્વપ્ન રોળાયું  સહાયક શિડયુલના મોતથી પરિવારમાં શોક

સાથે સાથે પોલીસ સહિતની સરકારી નોકરી માટે મેદાનની પણ તૈયારી કરતા હતા. શનિવારની વહેલી સવારે સાયલા-સુદામડાના રસ્તે દોડ લગાવી રહ્યો હતો ત્યારે અચાનક પડી ગયો હતો. આ બાબતની પરિવારજનોને જાણ થતા ખાનગી વાહનમાં સાયલા દવાખાને લઇ જવાયા હતા. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયાનું બહાર આવ્યું હતું. પરંતુ પરિવારજનોએ પોલીસને આ બાબતે વધુ તપાસ કરવાનું પણ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.