Abtak Media Google News

આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. લગભગ તમામ બેન્કોએ તેમના ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. ક્રેડિટ કાર્ડ લોકોને ખરીદવામાં ઘણી સુવિધાઓ આપે છે. હવે બેંકો ક્રેડિટ કાર્ડ પર લોનની સુવિધા આપી રહી છે. તાજેતરમાં ભારતીય સ્ટેટ બેંકે એક નવું ક્રેડિટ કાર્ડ જારી કર્યું છે. તેનું નામ SBI SimplyCLICK Credit Card છે. જો કે તે એક એન્ટ્રી લેવલ ક્રેડિટ કાર્ડ છે, તેનાથી ખરીદી કરશો તો રીવોર્ડ પોઇન્ટ મળશે.

Tap and Payની સુવિધા

નવી ટેક્નિકથી સજ્જ સ્ટેટ બેંકે ઘણા પ્રકારના ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. બધાની ખરીદીની મર્યાદા અને સુવિધાઓ જુદી જુદી હોય છે. હવે SBIનું નવું સરળ ક્રેડિટ કાર્ડ NFC(નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન) ટેક્નિકથી સજ્જ છે. આમાં યુઝર્સને Tap and Pay(એક ક્લિકથી ભુગતાન કરો)ની સુવિધા મળશે.

આ કાર્ડની સુવિધાઓ શું છે

SBI પાસેથી આ ક્રેડિટ કાર્ડ લેતાં, ગ્રાહકને વેલકમ ગિફ્ટ તરીકે 500 રૂપિયાનું એમેઝોન ગિફ્ટ વાઉચર મળે છે. આ કાર્ડ દ્વારા, એમેઝોન , બુકમાય શો અને ક્લેઅટ્રિપ પર ખર્ચ કર્યા પછી, તમને 2.5%ના દરે 10X ઇનામ પોઇન્ટ મળશે. જયારે બીજી ઓનલાઇન ખરીદી પર, 1.25% દર મુજબ X ઇનામ પોઇન્ટ મળશે. SBIના આ ક્રેડિટ કાર્ડ દ્વારા 500 થી 3000 ની વચ્ચે પેટ્રોલ ખરીદવા પર 1% ફ્યુઅલ ચાર્જ નહીં લાગે.

SimplyCLICK Credit Cardની ફી

SBI SimplyCLICK Credit Cardની નવીકરણની વાર્ષિક ફી 500 રૂપિયા છે. જો કોઈ વપરાશકર્તા આ કાર્ડ સાથે 1 વર્ષમાં 1 લાખ રૂપિયા ખર્ચ કરે છે, તો તેને આ ફી પરત આપવામાં આવશે. આ કાર્ડનો ઉપીયોગ કરવો ખુબ જ સરળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.