Abtak Media Google News

વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા ત્રણ પ્લાનના વિકલ્પ: લેવલ કવર, ઈન્ક્રીઝીંગ કવર અને લેવલ કવર વીથ ફ્યુચર પ્રુફિંગ બેનિફિટ

ખાનગી જીવન વીમા કંપની એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સે અનોખું ન્યૂ એજ પ્રોટેક્શન સોલ્યુશન ‘એસબીઆઇ લાઇફ ઇ-શિલ્ડ નેક્સ્ટ’ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ પ્લાન ગ્રાહકના જીવનના મહત્વના પડાવ દરમિયાન થતાં ખર્ચને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. જે વ્યક્તિગત, નોન-લિન્કડસ નોન-પાર્ટિસિપેટિંગ લાઇફ ઇન્શ્યોરન્સ પ્યોર રિસ્ક પ્રીમિયમ પ્રોડક્ટ છે અને તેમાં લગ્ન, બાળકનો જન્મ અથવા નવા ઘરની ખરીદી જેવા જીવનના મહત્વના પ્રસંગો પ્રમાણે સમ એશ્યોર્ડ વધારીને જરૂરી વીમા કવચનું લેવલિંગ કરવામાં આવે છે.

આ ન્યૂ એજ પ્રોટેક્શન પ્લાન ઇ-શીલ્ડ નેક્સ્ટની યુએસપી તેનું લેવલ-અપ ફીચર છે, જેમાં ત્રણ પ્લાનના વિકલ્પો આપવામાં આવ્યા છે- લેવલ કવર, ઇન્ક્રિઝીંગ કવર અને લેવલ કવર વીથ ફ્યુચર પ્રુફિંગ બેનિફિટ. ગ્રાહકોની બદલાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક પ્લાનને તૈયાર કરવામાં આવ્યો છે.

એસબીઆઇ લાઇફ ઇ-શીલ્ડ નેક્સ્ટ પ્લાન અંગે વધુ જાણવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો: https://www.sbilife.co.in/en/online-insurance-plans/eshield-next એસબીઆઇ લાઇફ ઇ-શિલ્ડ નેક્સ્ટના લોંચ અંગે ટિપ્પણી કરતા એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સના પ્રેસિડન્ટ, રવિ ક્રિશ્નામૂર્તિએ જણાવ્યું હતું કે, આપણે અત્યંત અનિશ્ચિત સમયમાં જીવી રહ્યા છીએ. સમયની સાથે સાથે આપણી જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ બદલાતી રહી છે. તેથી એ મહત્વનું છે કે આપણો ઇન્શ્યોરન્સ આપણી બદલાતી જરૂરિયાતો પ્રમાણેનો હોય. આપણે જીવનના મહત્વના પડાવ દ્વારા જેમ જેમ જીવનમાં પ્રગતિ કરતા જઇએ તેમ તેમ આપણો ટર્મ ઇન્શ્યોરન્સ જરૂરિયાતની પૂર્તિ કરતો હોવો જોઇએ. બીજાં શબ્દોમાં, આપણો ટર્મ ઇન્શ્યોરન્સ લેવલ અપ કરવા સક્ષમ હોવો જોઇએ. એસબીઆઇ લાઇફશીલ્ડ નેક્સ્ટ આ જ કામ કરે છે. આ નાણાકીય રક્ષણ પૂરો પાડતો વિકલ્પ છે, જે હાલના ઝડપી અને અનિશ્ચિત સમયમાં વર્તમાન અને ભાવિ જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.

Screenshot 4 34

તેમણે ઉમેર્યું હતું કે, ત્રણ પ્લાન ઓપ્શન્સ સાથેનો એસબીઆઇ લાઇફ ઇ-શીલ્ડ નેક્સ્ટ પ્લાનગ્રાહકની બદલાતી જરૂરિયાતો પૂરી કરે તેવાં અનોખા કસ્ટમાઇઝેશન ફીચર્સ ધરાવે છે. અમે માનીએ છીએ કે એસબીઆઇ લાઇફશીલ્ડ નેક્સ્ટ વર્તમાન સંજોગોને અનુરૂપ, ભવિષ્ય માટે સજ્જ આર્થિક રક્ષણ પૂરું પાડતો પ્લાન છે, જેમાં સિંગલ પોલિસી હેઠળ સંખ્યાબંધ લાભો પૂરા પાડવામાં આવે છે. આ પ્લાન દેશમાં ઇન્શ્યોરન્સ સ્વીકારનું પ્રમાણ વધારવાની સંભાવના ધરાવે છે.

એસબીઆઇ લાઇફ ઇ-શીલ્ડ નેકસ્ટના મહત્વાનાં પાસા: આ પ્રોડક્ટ ત્રણ પ્લાનના વિકલ્પો આપે છે- લેવલ કવર બેનિફિટ, ઇન્ક્રીંઝીંગ કવર બેનિફીટ અને લેવલ કવર વીથ ફ્યુચર પ્રુફિંગ બેનિફિટ: એક વાર પસંદ કરવામાં આવેલો પ્લાન પોલિસની ટર્મ દરમિયાન બદલી નહીં શકાય

લેવલ કવર બેનિફીટ: આ પ્લાનમાં મૃત્યુ સમયે અપાતી સમ એશ્યોર્ડ સમગ્ર પોલિસી ટર્મ દરમિયાન  યથાવત રહે છે.

ઇન્ક્રિંઝીંગ કવર બેનિફીટ સમયની સાથે જવાબદારી પણ વધી જાય છે, ફુગાવો વધે છે અને તેથી આની સાથે સાથે તમારું વીમા કવચ પણ વધતું રહેવું જોઇએ. ઇન્ક્રિંઝીંગ કવર બેનિફીટને કારણે તમારું વીમા કવચ આપોઆપ ઇન્ક્રીઝ મોડમાં આવી જશે, જેથી સમયની સાથે સાથે તમારી નાણંકીય સલામતી પણ વધી જશે.

લેવલ કવર વીથ ફ્યુચર પ્રુફિંગ બેનિફિટ: તમારી અંગત અને નાણાંકીય જરૂરિયાતમાં ફેરફારની સાથે દર વખતે વધારાનું વીમા કવરેજ ખરીદવું શક્ય નથી. આમ, જીવનના મહત્વના તબક્કાઓમાં તમારી વધતી જતી જવાબદારીઓ સાથે પ્રોટેક્શન કવર પણ વધે તે સુનિશ્ચિત કરવા આ વિકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે. લેવલ કવર વીથ ફ્યુચર પ્રુફિંગ બેનિફિટમાં જીવનના નિર્ધારિત તબક્કાઓને આધારે તમને પ્રોટેક્શન મળે છે.

બેટર હાફ બેનિફિટ તમારી ગેરહાજરીમાં પણ તમારા જીવનસાથીને પૂરતું કવરેજ મળી રહે તે સુનિશ્ચિત કરવા આ વિકલ્પ આપવામાં આવ્યો છે. આ જરૂરી છે કારણ કે જીવિત રહેનાર જીવનાસાથી પર સમગ્ર પરિવારની જવાબદારી આવી પડે છે અને તેથી વીમા કવચ જરૂરી છે.

ડેથ બેનિફિટ પેમેન્ટ મોડ: તમારી પાસે ડેથ બેનિફિટ અથવા ઇલનેસ બેનિફિટમાં મોડ ઓફ પેમેન્ટ પસંદ કરવાના વિકલ્પો છે- લમ્પસમ, મન્થલી ઇન્સ્ટોલમેન્ટ અને લમ્પસપ +મન્થલી ઇન્સ્ટોલમેન્ટ. તમે પેમેન્ટ વિકલ્પ પસંદ કરતી વખતે તમારી વ્યક્તિગત સ્થિતિ, જવાબદારીનો પ્રકાર અને તમારા પર આશ્રિત પરિવારના સભ્યોની જરૂરિયાત વિચારી લો. જેમ કે, લમ્પસમ પેઆઉટથી પરિવારને મોટું દેવું ચૂક્તે કરવામાં મદદરૂપ સાબિત થશે જ્યારે માસિક હપ્તાઓથી નિયમિત આવકમાં થનારું નુકસાન ભરપાઇ થઈ શકશે.

સ્પેશ્યલ રાઇડર બેનિફીટ ફિચરમા: તમે એસબીઆઇ લાઇફ સાથે તમારું પ્રોટેક્શન વધારવા રાઇડર્સ મેળવી શકો- એક્સિડન્ટલ ડેથ બેનિફીટ રાઇડર અને એસબીઆઇ લાઇફ-એક્સિડન્ટ ટોટલ અને પર્મનન્ટ ડિસેબિલિટી બેનિફીટ રાઇડર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.