Abtak Media Google News

બોગસ નિમણુંકપત્ર, ઓળખપત્ર અને યુનિફોર્મ અપાયાં: પોસ્ટિંગ પણ આપી દેવાયું’તું !!

ઉત્તર પ્રદેશનો એક યુવાન જે માનતો હતો કે તેને પઠાણકોટના 272 ટ્રાન્ઝિટ કેમ્પમાં 108 ઇન્ફન્ટ્રી બટાલિયન ટેરિટોરિયલ આર્મી ’મહાર’માં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ યુવાનને સેનાનું આઇડી કાર્ડ  અને યુનિફોર્મ પણ આપવામાં આવ્યું હતું. ચાર માસ સુધી યુવાને આર્મીમાં ’સેવા’ આપ્યા બાદ તેને સમજાયું કે ખરેખર સેનામાં ક્યારેય ભરતી કરવામાં આવી જ ન હતી.

મંગળવારે આર્મી સૂત્રોએ જણાવ્યું હતું કે મનોજ કુમાર નામનો યુવાન પહેલાથી જ ચાર મહિના “સેવા” કરી ચૂક્યો છે અને જુલાઈની શરૂઆતમાં તેની નિમણૂક પછી દર મહિને 12,500 રૂપિયાનો વેતન પણ મેળવ્યું હતું.

વાસ્તવમાં ગાઝિયાબાદ સ્થિત મનોજ કુમારે દાખલ કરેલી ફરિયાદ મુજબ રાહુલસિંઘ નામના શખ્સે આર્મીમાં ભરતી કરાવી દેવા પેટે મનોજ કુમાર પાસેથી રૂ. 16 લાખ ઉઘરાવ્યા હતા. મંગળવારે રાહુલસિંઘ અને તેના સાથી બીટ્ટુસિંઘની ધરપકડ કરવામાં આવી ત્યારે સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાયો હતો.

મિલિટરી ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે મેરઠ પોલીસે રાહુલ સિંહ અને તેના એક સાથી બિટ્ટુ સિંહની ધરપકડ કરી છે. તેમનો અન્ય સહાયક રાજા સિંહ હજુ પણ ફરાર છે. મનોજ કુમાર  દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરમાં ત્રણેય શખ્સો સામે આઇપીસીની કલમ 420 (છેતરપિંડી), 467 (મૂલ્યવાન સુરક્ષાની બનાવટી), 471 (છેતરપિંડી), 406 (વિશ્વાસનો ગુનાહિત ભંગ), 323 (સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવું), 506 (ગુનાહિત ધાકધમકી) અને 120બી (ગુનાહિત કાવતરું) હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

22 ઓક્ટોબરના રોજ 25 વર્ષીય રાહુલ સિંહ જે 2019 માં આર્મીમાં જોડાયો હતો તેણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. જે પછી રાહુલસિંહ સેનાનો ઉચ્ચ અધિકારી હોય  અને સેનામાં ભરતી પ્રક્રિયા સાંભળતો હોય તેવો ઢોંગ કરવા લાગ્યો હતો. તેના બંને સાગરીતોએ આ મેસેજ ઝડપથી ફેલાવવાનું શરૂ કરી દીધું હતું. આ પ્રકારના મેસેજ મળતા સેનમાં નોકરી ઇચ્છતા યુવાનો રાહુલસિંઘ પાસે આવવા લાગ્યા હતા. મનોજ કુમાર તેવા યુવાનો પૈકી એક હતો જે રાહુલસિંઘે બિછાવેલી જાળમાં ફસાયો હતો.

સૈન્યના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મનોજ કુમારને સેનામાં નોકરી મળી ગઈ છે તેવો વિશ્વાસ અપાવવા માટે રાહુલસિંઘ તેને પોસ્ટ પર યુનિફોર્મમાં બોલાવતો હતો અને રાઇફલ પણ આપતો હતો. એક એવો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં મનોજ કુમાર આર્મીના યુનિફોર્મમાં હાથમાં રાઇફલ પકડી હોવાનું દેખાય છે.

ગંભીર ક્ષતિની વિગતો શેર કરતા કુમારે કહ્યું છે કે, મને 272 ટ્રાન્ઝિટ કેમ્પમાં બોલાવવામાં આવ્યો હતો અને એક વરિષ્ઠ દેખાતા આર્મી ઓફિસર મને કેમ્પની અંદર લઈ ગયા હતા. જ્યાં મારી રાંધણ કુશળતાની ચકાસણી કરવામાં આવી હતી અને બાદમાં મારી શારીરિક પરીક્ષા લેવામાં આવી હતી.  ટૂંક સમયમાં મને રાહુલ સિંહ દ્વારા જાણ કરવામાં આવી કે મારી ભરતી કરવામાં આવી છે પરંતુ શરૂઆતમાં અલગ અલગ ફરજ બજાવવી પડશે.  મને એક ઇન્સાસ રાઇફલ પણ આપવામાં આવી હતી અને કેમ્પમાં જ સંત્રી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.

તેણે ઉમેર્યું, જેમ જેમ સમય પસાર થયો, મેં અન્ય જવાનો સાથે વાતચીત કરી અને જ્યારે તેઓએ મારો નિમણૂક પત્ર અને આઈડી જોયો ત્યારે તેઓએ કહ્યું કે નિમણુંક પત્ર અને ઓળખપત્ર બંને નકલી છે. જ્યારે મેં રાહુલ સિંહ સાથે આ અંગે વાત કરી ત્યારે તેણે નકલી દસ્તાવેજની થિયરીને નકારી કાઢી હતી. ઓક્ટોબરના અંતમાં મને કાનપુરની ફિઝિકલ ટ્રેનિંગ એકેડમીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી મને ઘરે મોકલી દેવામાં આવ્યો. જે બાદ તાજેતરમાં હું તેમને મળ્યો તો ત્યારે તેણે મને ડરાવવાનું શરૂ કરી દીધું હતું.

કેમ્પમાં તેના રોકાણ દરમિયાન કુમારના આર્મી મિત્રોને તેમના ઓળખપત્રો પર શંકા થઈ અને ત્યારબાદ તેમણે મિલિટરી ઈન્ટેલિજન્સને જાણ કરી અને સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાયો છે.

આર્મીમાં ભરતીના નામે રૂ.16 લાખની છેતરપિંડી !!

મેરઠના યુવાન કે જે આર્મીમાં નિમણુંક થવા માંગતો હતો તેની સાથે છેતરપિંડી કરીને રૂ. 16 લાખ ઉઘરાવી લેવામાં આવ્યાનું કૌભાંડ સામે આવ્યું છે. યુવાનને આર્મીમાં નોકરી આપી દેવામાં આવી છે તેવો વિશ્વાસ અપાવવા માટે યુનિફોર્મ, બોગસ નિમણુંકપત્ર અને ઓળખપત્ર પણ આપી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સેનાની 272 ટ્રાન્ઝિટ કેમ્પમાં પોસ્ટિંગ પણ આપી દેવાયું હતું. સેના કેમ્પમાં રહેલા અન્ય આર્મી જવાઓને નિમણુંકપત્ર બોગસ હોવાનું ફલિત થતા મિલિટરી ઇન્ટેલિજન્સને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

સ્વાસ્થ્ય કારણોસર આર્મીમાંથી રાજીનામુ આપી ભરતી કૌભાંડ આચર્યું!!

22 ઓક્ટોબરના રોજ 25 વર્ષીય રાહુલ સિંહ જે 2019 માં આર્મીમાં જોડાયો હતો તેણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. જે પછી રાહુલસિંહ સેનાનો ઉચ્ચ અધિકારી હોય  અને સેનામાં ભરતી પ્રક્રિયા સાંભળતો હોય તેવો ઢોંગ કરવા લાગ્યો હતો. તેના બંને સાગરીતોએ આ મેસેજ ઝડપથી ફેલાવવાનું શરૂ કરી દીધું હતું. આ પ્રકારના મેસેજ મળતા સેનમાં નોકરી ઇચ્છતા યુવાનો રાહુલસિંઘ પાસે આવવા લાગ્યા હતા. મનોજ કુમાર તેવા યુવાનો પૈકી એક હતો જે રાહુલસિંઘે બિછાવેલી જાળમાં ફસાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.