Abtak Media Google News

કોરોના મહામારી સમગ્ર વિશ્વને હંફાવી રહી છે ત્યારે દેશનાં તમામ પાસાઓને અસર કરી રહી છે. લોકડાઉન જેવા વિવિધ કોરોના કંટ્રોલના પગલે શાળા-કોલેજ નવા વર્ષ ૨૦૨૦ થી બંધ છે. હવે ક્યારે ખૂલશે તે પણ નકકી નથી. આપણા દેશ ભારતમાં ઓકટોબરથી શરૂ કરાશે તેવી સરકારી જાહેરાત કરાય છે.

વૈશ્ર્વિક લેવલે પણ શિક્ષણના વિવિધ પગલાઓ લેવાયા છે જેમાં ઓનલાઈન એજયુકેશન કે હોમલર્નીંગ જેવા પ્રોજેકટ શરૂ કરીને છાત્રોને શિક્ષણ સાથે જોડી રખાયા છે.

અમેરિકામાં તો આખા શૈક્ષણિક વર્ષને બંધ કરી નાખેલ છે. દેશનાં ૩૧ રાજયોમાં નિયમ લાગુ કરીને અમેરિકા સરકારે મોટો ફેસલો લીધો છે, જેની અસર ૩ કરોડ જેટલા છાત્રો ઉપર પડશે.

અમેરિકામાં કોરોના વાયરસનો વધતો પ્રકોપ જોતા સરકારે બધી શાળાઓ એક વર્ષ માટે બંધ કરી દીધી છે. બાળકો બહાર નિકળે તો ચેપનો ખતરો વધારે હોવાથી આ નિર્ણયો લેવાય છે. તેમનું માનવું છે કે શાળા આખુ વર્ષ બંધ કરવાથી કોરોના કંટ્રોલમાં સારા પરિણામો મળી શકશે.

અમેરિકામાં વિભિન્ન વિભાગો ખોલવા માટે કેટલાક નિયમો બનાવાયા છે પણ શાળા-કોલેજ તો બંધ જ રહેશે,. ફલોરિડા, ટેકસાસ અને વોશિંગ્ટનની સામે વિવિધ ૩૩ રાજયોમાં શાળા આખા વર્ષ માટે બંધનો નિયમ લાગુ પડશે છાત્રો ઘરે રહી ને શિક્ષણ મેળવે તે માટે ‘હોમલર્નીંગ-પ્રોજેકટ શરૂ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.