- શાળા પ્રવેશોત્સવની તૈયારીના ભાગરૂપે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક મળી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં 5 થી 14 વર્ષનું એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ના રહે તેવા 100% નામાંકનના સંકલ્પ સાથે શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવનો રંગારંગ શુભારંભ કરવામાં આવનાર છે. ભવ્યાતિભવ્ય આયોજનમાં આનંદ ઉલ્લાસ અને કુમઝુમ નિલક, પુષ્પ ગુચ્છથી નવા છાત્રોનું ઉમળકાભેર સ્વાગત કરી શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આ તકે સરકારના પ્રતિનિધિઓ, સંસદ સભ્યો ધારાસભ્યો, મેયર તેમજ પદાધિકારીઓ, કોર્પોરેટરોઓ, શિક્ષણ સમિતિ સદસ્યઓ, મહાનુભાવો. મહેમાનો, વાલી વિસ્તારના આગેવાનો, શિક્ષણ વિદો, સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ, સ્કુલ મેનેજમેંટ કમિટિના સભ્યો સહિત વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનને સુચારૂં રીતે યોજવામાં આવે તે માટે ચેરમેન મારફત મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શિક્ષણ સમિતિની વોર્ડ નં. 1 થી 18 ને આવરી લેતી કુલ 93 શાળાઓ તથા 52 ગ્રાંટેડ માધ્યમિક શાળાઓનો સમાવેશ કરીને કાર્યક્રમ યોજવામા આવશે. મીટીંગની શરૂઆત પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમની આત્માની શાંતિ માટે મૌન પાડી કરવામાં આવેલ હતી.
આ મિટિંગમાં સમગ્ર શિક્ષા અભિયાનના યુ.આર.સી.ઓ, સી.આર.સી.ઓ શાળાના આચાર્યઓને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને બાળકોને વધુને વધુ લાભ મળી રહે તે માટે શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવીણકુમાર નિમાવત અને સદસ્ય વિક્રમસિંહ જાડેજા, જયદીપભાઈ જલુ મારફત માર્ગદર્શન આપી તમામ બાબતોથી વાકેફ કરવામાં આવેલ હતા.
કાર્યક્રમને તમામ મોરચે સફળ બનાવવા ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવીણકુમાર નિમાવત, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, શિક્ષણ સમિતિના તમામ સદસ્ય, શિક્ષણ સમિતીના સદસ્ય સંગીતાબેન છાયા, અજયભાઈ પરમાર, મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, જયદિપામાઈ જલુ, ઈશ્ર્વરભાઈ જીતિયા, જગદીશભાઈ ભોજાણી, સુરેશભાઈ રાધવાણી, રાજેશભાઈ માંડલીયાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી. દિપકભાઈ સાગઠીયા, શૈલેષભાઈ પાડલીયા, સી.આર.સી.ઓ અને શાળાના આચાર્યઓ મારફત અનેરા ઉત્સાહ અને ઉમંગથી કામગીરી હાથ ધરવામાં આવેલ.