Abtak Media Google News

ગુજરાત સરકાર દ્રારા આયોજિત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ની શરૂઆત તારીખ ૨૭/૧૧/૨૦૧૮ થી ૧/૨/૨૦૧૯ સુધી ગુજરાત રાજ્ય ની તમામ શાળા અને આંગણવાડી મા બાળકો ની આરોગ્ય તપાસ શરૂ થઈ રહી છે ડો.હીતેશ.પરમાર: અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. એચ. એફ. પટેલ, એ. ડી. એચ. ઓ. શ્રી ડો. જે. એચ. પટેલ, આર. સી. એચ. ઓ. શ્રી ડો. આર. કે. જાટ સાહેબ ના માર્ગ દર્શન તથા લાઠી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. આર. આર. મકવાણા સાહેબ ના નેતૃત્વ હેઠળ દામનગર શહેર મા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ની ઉજવણી સરકારી પ્રાથમિક શાળા નંબર ૧ (ગ્રીન સ્કૂલ) મા તેમજ કે. કે. નારોલા પ્રા શાળા મા તારીખ ૨૭/૧૧/ના રોજ દામનગર નગરપાલિકા પ્રમુખ શ્રી ગોબરભાઈ નારોલા, દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા, શિલ્પાબેન રાવલ તથા સામાજિક અગ્રણી ની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરેલ છે.

જેમાં પ્રા. આ. કેન્દ્ર જરખીયા ના તમામ આરોગ્ય કર્મચારી, આશા બહેનો દ્વારા કામગીરી ની શરૂઆત કરેલ છે, તથા આર. બી. એસ. કે. મેડીકલ ઓફિસર ડો. હિતેશ પરમાર, ડો. પારુલ બેન દંગી અને એફ. એચ. ડબલ્યુ. રાધિકા વધેલ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે.શાળા આરોગ્ય સપ્તાહ અંતર્ગત શાળા આરોગ્ય સાથે સ્વચ્છતા અભિયાન અંગે સુંદર સમજ આપતો સંદેશ આપ્યો હતો અને અગ્રણી ઓ ડોકટરો સહિત ના ઓ દ્વારા શાળા સંકુલ માં વૃક્ષારોપણ કરાયું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.