Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત ફરજીયાત ગણાવ્યા બાદ હવે શાળાઓ, સરકારી કાર્યાલયો, કોર્ટ અને સંસદમાં પણ રાષ્ટ્રગીત વગાડવુ ફરજીયાત ગણાવ્યું છે. ન્યાયાધીશોની બેંચ દિપક મિશ્રા, એ. એમ. ખાનવીલર અને એમ.એમ.સંતાનાગોદરે કેન્દ્રને નોટિસ પાઠવી સરકારી કાર્યાલયોમાં રાષ્ટ્રગીત ફરજીયાતપણે ગાવા અંગે જવાબ માંગ્યો છે. આ ઉપરાંત કોર્ટે સરકારને રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રઘ્વજના સન્માન અને પ્રચાર માટે એક નેશનલ પોલીસી ઘડવા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ સુપ્રીમે સિનેમાઘરોમાં ફિલ્મ શ‚ થયા પહેલા રાષ્ટ્રગીત વગાડવુ ફરજીયાત ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અન્ય ક્ષેત્રો જેવા કે સરકારી કાર્યાલયો, શાળાઓ, સંસદ અને કોર્ટોમાં પણ લાગુ કરવા દિલ્હી ભાજપના પ્રવક્તા અને એડવોકેટ અશ્ર્વીની ઉપાઘ્યાયે પહેલ કરી હતી. મહત્વના ક્ષેત્રોમાં રાષ્ટ્રગીત ફરજીયાત કરવા કોર્ટને અપીલ કરી હતી.

એકી સાથેના રાષ્ટ્રગાનથી કર્મીઓ, લોકો વચ્ચે ભાઇચારો અને એકતાની અનુભૂતિ થશે. એકી સાથે રાષ્ટ્રગાન કરવુ એ ભારત જેવા દેશમાં મહત્વ ધરાવે છે. કારણકે ભારતમાં જુદા-જુદા ધર્મના વિવિધ લોકો વસે છે. આથી આ તમામ લોકો વચ્ચે બંધુત્વની ભાવના વિકસે અને વિવાદો દુર થાય તે આવશ્યક છે.

સુપ્રીમે એ પણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, જે લોકો શારીરિક ખોડ-ખાંપણ વાળા છે, હલનચલન માટે વ્હીલચેરનો ઉપયોગ કરે છે તેવા લોકોને રાષ્ટ્રગાન વખતે ઉભુ થવુ જ‚રી રહેશે નહીં. બાકીના તમામ લોકોએ રાષ્ટ્રગાન વખતે ઉભા થઇ સન્માન કરવું જ‚રી છે. દરેક નાગરિકે રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રઘ્વજનું સન્માન કરવું તે તેની પ્રાથમિક ફરજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.