- અવનવા પ્રોજેક્ટ માહિતી સાથે 175 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા
- તમામ અગ્રણીનું ભગવત ગીતાનું પુસ્તક આપી શુભેચ્છા પાઠવી
- પ્રાથમિક વિભાગના આચાર્ય સહિતના સ્ટાફ દ્વારા વિજ્ઞાન મેળાને પ્રભાવશાળી રીતે પ્રસ્તુત કરાયો
ઓખા: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક વિભાગ શાળા પરિવાર દ્વારા હાઇસ્કુલ ખાતે ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા ના ઇતિહાસમાં પ્રથમ વખત આટલો મોટો વિજ્ઞાન મહા મેળો યોજાયો હતો. તેમજ અહી આવેલ તમામ અગ્રણીનુ ભગવત ગીતાનું પુસ્તક આપી શુભેચ્છા પાઠવી હતી. જેમાં વિજ્ઞાન આધારિત 53 જેટલા વર્કિંગ મોડેલ તથા અવનવા પ્રોજેક્ટ માહિતી સાથે 175 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પાણીની ડંકીથી લઈને આધુનિક મિસાઈલના પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા હતા. તેમજ પાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વ્યાપારી અગ્રણીશ્રી તથા અન્ય અનેક સંસ્થાઓના વડાઓએ હાજરી આપી બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે પ્રાથમિક વિભાગના આચાર્ય જતીન રામાવત, હાઇસ્કુલ પ્રિન્સીપાલ મીનાક્ષી તથા પ્રાથમિક વિભાગના તમામ સ્ટાફ દ્વારા વિજ્ઞાન મેળાને અતિ પ્રભાવશાળી રીતે પ્રસ્તુત કરાયો હતો.
ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ “નેશનલ સાયન્સ ડે” ઉજવવામાં આવે છે. ઓખા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક વિભાગ શાળા પરિવાર દ્વારા ઓખા હાઇસ્કુલ ખાતે ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા ના ઇતિહાસમાં પ્રથમ વખત આટલો મોટો વિજ્ઞાન મહા મેળો યોજાયો. અહિ આવેલ તમામ અગ્રણીનુ ભગવત ગીતા નુ પુસ્તક આપી શુભેચ્છા પાઠવી હતી. ઓખા ચીફ ઓફિસર સાથે અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપી વિજ્ઞાન મેળાનો શુભ પ્રારંભ કર્યો હતો. જેમાં વિજ્ઞાન આધારિત 53 જેટલા વર્કિંગ મોડેલ તથા અવનવા પ્રોજેક્ટ માહિતી સાથે 175 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પાણીની ડંકી થી લઈને આધુનિક મિસાઈલના પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા હતા.
આ વિજ્ઞાન મેળામાં શાળા પરિવારના ચારેય વિભાગો ઓખા નગરપાલિકા સંચાલિત હાઇસ્કુલ તથા પ્રાથમિક વિભાગ, વી એ અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ વિભાગ તમામ શિક્ષકો સાથે મળીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર શુક્લાસાહેબે બિરદાવતા કહ્યુ હતુ કે આપણે જે પણ આધુનિક સુખ-સુવિધાઓ ભોગવીએ છીએ તે વિજ્ઞાનને આભારી છે. વિજ્ઞાને માણસનું જીવન સરળ બનાવ્યુ છે. અહી ઓખા પાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વ્યાપારી અગ્રણી તથા અન્ય અનેક સંસ્થાઓ ના વડાઓએ હાજરી આપી બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા, આ પ્રસંગે ઓખા આધુનિક હાઇસ્કૂલના પ્રણેતા યુવાનેતા સહદેવ સિહ પબુભા માણેકે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. અહિ પ્રાથમિક વિભાગના આચાર્ય જતીન રામાવત, હાઇસ્કુલ પ્રિન્સીપાલ મીનાક્ષીબેન તથા પ્રાથમિક વિભાગના તમામ સ્ટાફ દ્વારા વિજ્ઞાન મેળા ને અતિ પ્રભાવશાળી રીતે પ્રસ્તુત કરાયો હતો.
અહેવાલ: હરેશ ગોકાણી