- રાજકોટ : ભુવાની 10 વર્ષની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા..!
- મેટોડામાં ભુવા સહીત 4 સાગરીતોનો પર્દાફાશ કર્યો
- રાજકોટ: વિજ્ઞાન જથ્થા દ્વારા વધુ એક પાખંડી ભુવો મહેશ મનજી વાળાનો થયો પર્દાફાશ
- ભુવાની 10 વર્ષની કપટલીલાના પર્દાફાશમાં ભૂવો આંકડાનો જુગારી નીકળ્યો
- લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી લોકો પાસેથી 5100-21000 પડાવતો હતો
- તંત્રવિધા સમશાનમાં વિધિ વિધાન નામે રૂપિયા પડાવતો હતો
- પોલીસે ભૂવાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો
રાજકોટ ન્યુઝ : શહેરમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં પાખંડી ભૂવાએ ગરીબ પરિવારને પોતાની વાતોની જાળમાં ફસાવીને 50 હજાર જેટલા રૂપિયા પડાવી લીધા છે. આ પરિવારે ભૂવાને વિધિ કરવા માટે રૂપિયા આપવા માટે તેમની રિક્ષા પણ વેચી દીધી હોવાનું જણાવ્યું છે. આ ભુવો વીડિયો મારફતે પણ વિધિ કરાવતો હતો. આ અંગેની જાણ થતાં વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે. પોલીસે ભૂવાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન મહિલાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા ભૂવાને લાફો ઝીંકી દીધો હતો.
મેટોડા GIDC વિસ્તારમાં તંત્રવિધિ,વિધિ વિધાન બેઠકો માટે આવેલા રાજકોટના ભુવા મહેશ વાળાની ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે મેટોડા પોલીસ સ્ટેશનની મદદથી ભુવાનો પર્દાફાશ કર્યો હતો. ભુવાની 10 વર્ષની કપટલીલાના પર્દાફાશમાં ભૂવો આંકડાનો જુગારી નીકળ્યો હતો.આ ભૂવો વીડિયો મારફતે પણ વિધિ કરાવતો હતો. આ અંગેની જાણ થતાં વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે. પોલીસે ભૂવાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.
પરિવારની આપવીતી
જે પરિવાર સાથે આ ભૂવાએ છેતરપિંડી કરી તે પરિવારની મહિલાએ પોતાની આપવીતી મીડિયાને જણાવી હતી. જેમાં તેમણે કહ્યું છે કે, “અમારા ઘરમાં તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભૂવાનો સંપર્ક કર્યો હતો. એની ફી 5100 રૂપિયા છે. જે બાદ અમને અલગ અલગ તકલીફો જણાવીને 40થી 45 હજાર રૂપિયામાં ઉતારેલા છે.
રિક્ષા વેચીને રૂપિયા આપ્યા
આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ છે કે, અમારી પાસે ભૂવાને આપવા માટે રૂપિયા ન હતા તો રિક્ષા વેચીને એને રૂપિયા આપ્યા છે. જેનાથી અમે વ્યાજના કર્જામાં છીએ. એ પહેલેથી જ કહેતો હતો કે તમારું સારું થઈ જશે પરંતુ કાંઈ સારું થતું નથી. જેથી અમે અમારા રૂપિયા પણ પાછા માંગ્યા હતા પરંતુ તેણે એ પણ નથી આપ્યા. અમે વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા છીએ.”