Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરના હોલ્ડિંગ સેન્ટરમાં હાજર 160થી વધુ રોહિંગ્યા મુસ્લિમો અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે કોઈ પણ રોહિંગ્યા મુસ્લિમોને મ્યાનમાર પાછા ત્યાં સુધી મોકલવામાં આવશે નહીં જ્યાં સુધી તેમના દેશનિકાલ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે. જો કે સુપ્રીમ કોર્ટે અરજદારોને વચગાળાની રાહત આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે રોહિંગ્યાઓની અટકાયત કરીને તેમના દેશ પરત મોકલવાના તટસ્થ નિર્ણય કર્યો છે.

આ મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે વચગાળાની રાહત આપવી શક્ય નથી. સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં રોહિંગ્યા મુસ્લિમોને હોલ્ડિંગ સેન્ટરમાંથી મુક્ત કરવાની અપીલ પણ ફગાવી દીધી હતી.

પ્રશાંત ભૂષણએ શું દલીલ કરી?

સીજેઆઈ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે આ નિર્ણય લીધો છે. આ બેંચમાં ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને વી.રામસુબ્રમણ્યમનો પણ સામેલ હતા. અગાઉ, આ કેસની સુનવણી 23 માર્ચે થઈ હતી.

તે સમયે અરજદારોના વકીલ પ્રશાંત ભૂષણે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનાં નિર્ણયને કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરતા કહ્યું છે કે, રોહિંગ્યા મ્યાનમારમાં થઈ રહેલા નરસંહારના ભયમાં છે. તેમણે કોર્ટમાં એમ પણ કહ્યું કે મ્યાનમારમાં સત્તા હજી પણ સૈન્યની પાસે છે, તેથી રોહિંગ્યા મુસ્લિમોને પાછા મોકલવાનું યોગ્ય નથી.

આ ઉપરાંત અદાલતમાં એવી દલીલ પણ કરવામાં આવી હતી કે રોહિંગ્યા મુસ્લિમોને કથુઆના હોલ્ડિંગ સેન્ટરમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા છે. આ માટે અહીંની જેલને હોલ્ડિંગ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. એટલા માટે આ અરજીમાં તેની મુક્તિની માંગ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.