Abtak Media Google News

ચીનના અવકાશ વૈજ્ઞાનીકો એ શોધેલા આ બ્લેક હોલને એલબી-૧ નામ અપાયુ :આ બ્લેક હોલ પૃથ્વીથી ૧પ હજાર પ્રકાશ વર્ષના અંતરે હોવાનું ખુલ્યું

બ્રહ્માંડમાં ૧૦૦ કરોડ જેટલા બ્લેક હોલનું અસ્તિત્વ માનવામાં આવે છે જેમાંથી સંભવિત રીતે અત્યાર સુધીનું સૌથી મોટા બ્લેક હોલને વિજ્ઞાનીકોએ શોધી કાઢયું છે. અત્યારે અસ્તિત્વમાં રહેલા તમામ બ્લેક હોલ કરતા નવું મળેલું બ્લેક હોલ એલબી-૧  બેવડા કદનું હોવાનું માનવામાં આવે છે. આ બ્લેક હોલ સુર્ય કરતા ૧૦ ગણુ મોટું હોવાનું પણ અંદાજવામાં આવ્યું છે. અવકાશી સંશોધન ક્ષેત્રે  કાર્યરત અવકાશવિજ્ઞાનિકોએ મીલ્કી વે માં આ બ્લેક હોલના અસ્તિત્વ નો દાવો રજુ કર્યો છે.

આ નવા વિશાળ બ્લેક હોલનું નામ એલ.બી. ૧ આપવામાં આવ્યું છે. જે પૃથ્વીથી ૧૫૦૦૦ પ્રકાશ વર્ષના અંતરે હોવાનું અને તેનું કદ સુર્ય કરતાં ૭૦ ગણુ મોટું હોવાનું જોવા મળ્યું છે. બ્રહ્માંડમાં મિલ્કીવેમાં ૧૦૦ કરોડ જેટલા બ્લેક હોલનું અસ્તિત્વ છે. પરંતુ એલ.બી.-૧ હાલના બ્લેક હોલ કરતા બેવડા કદનું હોવાનું વિજ્ઞાની ઓ અનુમાન લગાવી રહ્યા છે. ચીનના બ્લેક હોલના અભ્યાસુ સંશોધક પ્રો. જી.ફેન ના મત મુજબ અત્યાર સુધી આવડા વિશાળ કદનું આપણા તારા મંડળમાં બ્લેક હોલ કયારેય જોવા મળયું નથી.

વિજ્ઞાનીકો સામાન્ય રીતે એવું માને છે કે કે તારા મંડળમાં આવા બે પ્રકારના બ્લેક હોલ હોય છે એક તો સુર્ય કરતાં ર૦ ગણુ કદ ધરાવા અને કેન્દ્રથી વિશાળ તારાના વિધટીકરણથી પોતાની બનેલું હોય છે.  જયારે બીજા પ્રકારના બ્લેક હોલ સુપરમેરયુવ ઓછામાં ઓછું સૂર્યથી લાખો ગણુ  મોટું હોય છે. અને તે તેનું તેના અસ્તિત્વનું ઇતિહાસ અનિશ્ર્ચિત અને ભેદી હોય છે.

સુપરમસ્યુવ બ્લેક હોલ તારા મંડળમાં ઉત્સર્જીત ગેસ અને ગરમ પવનોમાં પોતાનામાં સમાવનારા બને છે. નવા ઓળખાયેલા એલબી-૧ અત્યાર સુધીનું સૌથી મોટું બ્લેક હોલ માનવામાં આવે છે.

Admin Ajax 2

બ્લેક હોલ અંગેની નવી થિયેરીના અભ્યાસુ વિજ્ઞાનીકોઓએ બ્લેક હોલના નિર્માણનું જુની માન્યતાઓની જગ્યાએ નવા સંશોધનોમાં અનેક નવી વિગતો શોધી કાઢી છે.

અવકાશ વિજ્ઞાનીકો હજુ પણ ભૌતિક વિજ્ઞાનીની ડેવીડ રિહસની થિયેરી પર સંશોધન કરી રહ્યા છે. સ્ટેરલર બ્લેક હોલ બ્રહ્માંડમાં સુપરનોવા વિસ્ફોટના પરિણામે મોટી સંખ્યામાં તારાઓ સળગી જવાથી સર્જાયેલા અવકાશને કારણે સર્જતા હોય છે. નવા શોધાયેલા એલ.બી.૧ નું કદ વિશાળ અને અમાય છે તેનો આકાર અને કદ એવડો મોટો છે કે તે તેને સુપરનોવાના વિસ્ફોદથી સર્જવુ શકય નથી. તેનો મતલબ એ થયું કે આ નવા પ્રકારનું બ્લેક હોલ બ્રહ્માંડની કોઇક એવી અનય ઓજલ પઘ્ધતિ નિયમ અને ઘટનાથી સર્જાયેલું શકય નથી તેનો મતલબ એ થયું છે કે આ નવા પ્રકારનું બ્લેક હોલ બ્રહ્માંડની કોઇક એવી અન્ય ઓજલ પઘ્ધતિ નિયમ અને ઘટનાથી સર્જાયેલું શકય નથી તેનો મતલબ એ થયું કે આ નવા પ્રકારનું બ્લેક હોલ બ્રહ્માંડની કોઇક એવી અન્ય ઓજલ પઘ્ધતિ નિયમ અને ઘટનાથી સર્જાયેલું હોવું જોઇએ.

આ નવું એલ.બી.૧ બ્લેક હોલ અવકાશ વિજ્ઞાનિકોઓની ટીમે ચીનના ટેલીસ્કોપની મદદથી શોધી કાઢયો હતો. સાથે સાથે વિશ્ર્વના બે અન્ય વિશાળ ટેલીસ્કોપ સ્પેનના ગ્રેન ટેલીસ્કોપીયો કેનેરીયાસ અને અમેરિકાના કેકવન ટેલીસ્કોટો એલ.બી.૧ બ્લેક હોલના વિશાળ અસ્તિત્વ પૃષ્ટી આપી હતી.

ચીનના રાષ્ટ્રીય અવકાશ સંશોધકોએ જણાવ્યું હતું કે એલ.બી.-૧ ની આ શોધ બ્રહ્માંડ અને કુદરતની કરામતના એક નવા અવિષ્કાર તરીકે જગતની સામે આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.