Abtak Media Google News
  • જમીનના દલાલો ઉપર આઇટીની ટીમ વહેલી સવારથી ત્રાટકી
  • 6 થી વધુ સ્થળો પર દરોડા : ખુબજ મોટી સંખ્યામાં બેમામી વ્યવહારો સમયે આવે તેવી શક્યતા

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ અને આચાર સહિતા લાગુ થયા બાદ આવકવેરા વિભાગ,  જીએસટી વિભાગ દ્વારા વિવિધ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે અને બેનામી વ્યવહારોને પણ પકડવામાં આવે છે. ત્યારે કરચોરોને સહેજ પણ ન બક્ષવા દેવાની નેમ લીધેલા આવકવેરા વિભાગે ફરી સુરત અને સોનગઢ ખાતે જમીનના દલાલો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત અને સોનગઢમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. જેમાં ચૂંટણી અગાઉ 6થી વધુ સ્થળોએ આઇટીની ટીમ ત્રાટકી છે. આવકવેરા વિભાગના દરોડા પડતાની સાથેજ વેપારીઓમાં ડર બેસી ગયો છે. ત્યારે જમીન દલાલો સહિત અનેક મોટા માથાઓના નામ આ સર્ચમાં બહાર આવે તેવી શક્યતા છે.

આવકવેરા વિભાગને ખેડૂતો વ્યાજે રૂપિયા ફેરવતા હોવાની માહિતી મળી હતી અને બાતમીના આધારે વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશનમાં મોટા માથાના નામ સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે. દરોડા દરમિયાન વિવિધ જમીનોને લગતા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જેમાં ડોક્યુમેન્ટની ચકાસણી બાદ મોટા ધડાકાની સંભાવના છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ આઇટીએ જમીન દલાલ, સટ્ટા રમનારા અને કાળું નાણું ઉભું કરનાર લોકો ઉપર ટીમ ત્રાટકી છે એટલુંજ નહીં તેમની સાથે સંકળાયેલા તેમના ભાગીદારો ઉપર પણ દરોડા પડ્યા છે.જમીનદલાલ સહિત અનેક લોકોને ત્યાં આઇટીની તપાસ થતાં મોટા માથાના નામ સામે આવવાની શક્યતા છે. ડોક્યુમેન્ટની ચકાસણી બાદ મોટા ધડાકાની સંભાવના છે.

એટલુંજ નહીં આઇટીને ખેડૂતો વ્યાજે રૂપિયા ફેરવતા હોવાની માહિતી મળી હતી તેથી તમામને ત્યાંથી મળેલા ડોક્યુમેન્ટ્સની ચકાસણી પણ શરૂ કરાઇ છે. જેમાં અલથાણના ખેડૂત અનિલ સોલંકીને ત્યાંથી જમીનોને લગતા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. તેથી ડોક્યુમેન્ટની ચકાસણી બાદ મોટા ધડાકાની સંભાવના છે. ત્યારે આગામી દિવસોમાં આચાર ચોપરેશન્ટ કેટલા દિવસ ચાલે તેનો હજી કોઈ અંદાજ લગાવવામાં આવ્યો નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે જમીન દલાલો કે જે વિવિધ શહેરોમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે તેમના ઉપર પણ સરચ ઓપરેશન હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.