Abtak Media Google News

પડધરી તાલુકાના નાના ખિજડીયા ગામે નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે. પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને તરછોડી નાસી જનાર મહિલાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામે તળાવ પાસેથી કોઇ અજાણ્યા મહિલાએ નવજાત બાળકીને જીવીત હાલતમાં ત્યજી દીધી હોવાની પોલીસને જાણ થતાં તુરંત તળાવ પાસે દોડી ગઇ હતી, જીવીત બાળકીને સ્થાનીક લોકો અને પોલીસે તુરંત હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.