Abtak Media Google News

      સરકાર અને લોકો વડે સેતુરૂપ ભૂમિકા ભજવતું ભાજપ

સંગઠન સંરચના અને આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષ્ાીને પ્રદેશ ભાજપ ધ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ   ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભા-68ના ધારાસભ્ય અને રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં વિધાનસભા-68ના પ્રભારી પ્રદિપભાઈ વાળા ધ્વારા વોર્ડ નં.3, 4,પ,6,1પ,16ના  અપેક્ષ્ાીત શ્રેણીના કાર્યર્ક્તાઓ સાથે બેઠક યોજાઈ હતી.આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી  નરેન્દ્રસિહ ઠાકુર, ઉન્રમુખ અશોક લુણાગરીયા, કલ્પ્નાબેન ક્યિાડા, સોનલબેન ચોવટીયા તેમજ વોર્ડ 4 ના પ્રભારી દિપક પ્નારા સહીતના ઉપસ્થિત રહયા હતા.

આ બેઠકમાં વોર્ડમાં રહેતા અપેક્ષ્ાીત શ્રેણીના કાર્યર્ક્તા જેમાં  વોર્ડમાં રહેતા શહેર ભાજપ્ના હોદેદારો, વોર્ડના પ્રભારી, પ્રમુખ,મહામંત્રી, વોર્ડના કોર્પોરેટર , વોર્ડમાં રહેતા શિક્ષ્ાણ સમિતિના સદસ્યો , વોર્ડમાં રહેતા સેલ સંયોજકો ,  વોર્ડના તમામ મોરચાના પ્રમુખ,મહામંત્રી, વોર્ડમાં આવતા મોરચાના પ્રમુખ સહીતના ઉપસ્થિત રહયા હતા.

આ તકે રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી અને વિધાનસભા-68ના પ્રભારી પ્રદિપભાઈ વાળાએ આગામી કાર્યક્રમો અને વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષ્ાી વોર્ડના બુથ-શક્તિકેન્દ્રો, પેજપ્રમુખ- પેેજસમિતિ સહીતની સંગઠનાત્મક બાબતો ઉપર ચર્ચા-વિચારણા કરી હતી તેમજ જણાવેલ કે દેશના વડાપ્રધાન  મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર ધ્વારા અનેક જનહીતકારી અને જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુક્વામાં આવી છે ત્યારે આ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે અને સરકારની યોજનાથી માહિતગાર થાય તે માટે કાયર્ક્તાઓ સરકાર અને લોકો વચ્ચે સેતુરૂપ ભુમિકા ભજવે.અને અગામી વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભા-68માં વોર્ડ તેમજ પ્રત્યેક શક્તિકેન્દ્ર અને બુથ સુધી માઇકો્રપ્લાનીંગ થાય અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તે માટે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. આ કાર્યક્રમનું સંચાલન દિપક પ્નારાએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા વિધાનસભા-68ના સર્વે કાર્યર્ક્તાઓેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.