સરકારી લાઈબ્રેરીના 13 વૃક્ષનું નિકંદન થતા પર્યાવરણ પ્રેમીઓનું બેસણુ

થડ સાથે આખા વૃક્ષો કાપી નાખ્યા: બાદ જવાબદારો સામે કાયદાકીય પગલાલઈ નોટીસ ફટકારવામાં આવશે

રાજકોટમાં માલવીયા ચોક ખાતે આવેલી જિલ્લા સરકારી લાઈબ્રેરીમાંથી વગર પરવાનગીએ 13 ઘટાદાર વૃક્ષોનું લાઈબ્રેરીના ગ્રંથપાલ દ્વારા નિકંદન કાઢી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. રાજકોટ મહાનગરપાલીકાના ગાર્ડન શાખા પાસે માત્ર 8 ઝાડની 8 ડાળીઓ કાપવા મંજૂરી માગવામાં આવી હતી અને મહાપાલીકાના ગાર્ડન શાખા દ્વારા 8 ઝાડની 8 ડાળીઓકાપવાની પરવાનગી આપી હતી. રાજકોટ જિલ્લા લાઈબ્રેરીમાં વર્ષો જુના લીમડો, પીપળા, આંબલી જેવા ઘટાદાર વૃક્ષો હતા આ તમામ વૃક્ષોની લોકો અને પંખીઓનો આશ્રય હતો. ઘણા વિદ્યાર્થીઓ આ વૃક્ષો નીચે લાઈબ્રેરીમાંથી વાંચન કર્યા બાદ ત્યાં નીચે બેસી જમતા હતા. ત્યારે આજરોજ પ્રકૃતિપ્રેમીઓ દ્વારા સરકારી લાઈબ્રેરીમાંએ જઈ કતલ થયેલા વૃક્ષોનું બેસણું પુસ્તકાલય ખાતે ગોઠવ્યું હતુ તથા આ વૃક્ષો જેણે પણ કપાવ્યા છે

તેના પર કાયદેસરની કાર્યવાહી થાય અને કડક હાથે કામ લેવાય તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગણી છે. 50 થી વધુ પર્યાવરણ પ્રેમીઓ લાઈબ્રેરીએ એકત્રીત થયા હતા તથા 13વૃક્ષો કાપવા બાબતે પર્યાવરણ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ સહિત 50 જેટલા લોકો એ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોચ્યા હતા. તથા ગાડન શાખાના ડાયરેકટરને મળી યોગ્ય દંડાત્મક કાયદાકીય પ્રક્રિયા કરવા માંગ કરી હતી.

ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પ્રયત્નો કરીશું: એલ.જે.ચૌહાણ પાર્કસ એન્ડ ગાર્ડન શાખા ડાયરેકટર

અબતક સાથેની વાતચીતમાં મહાપાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન શાખા ડાયરેકટર એલ.જે.ચૌહાણએ જણાવ્યું હતુ કે સરકારી લાઈબ્રેરીના ગ્રંથપાલ દ્વારા જાન્યુઆરીમાં નડતરરૂપ વૃક્ષોની ડાળી કટીંગ કરવા પરવાનગી માંગવામાં આવેલ તે અરજીના અન્વયે અમારા સ્ટાફે રૂબરૂ જઈ સ્થળ તપાસ કરી કુલ 8 વૃક્ષોની નડતર રૂપ ડાળીઓ કાપવા માટે અમે મંજૂરી આપેલ 22 ફેબ્રુઆરીના રોજ અમે મંજૂરી આપ્યા ત્યારબાદ અમોના પર્યાવરણ પ્રેમીઓ મારફત વાત આવી કે 13 વૃક્ષોનું નિકંદન કર્યું છે. અમો આખા વૃક્ષો કાપવાની મંજૂરી નથી આપી આ 13 ઘટાટોપ વૃક્ષો ઘણા વર્ષો જુના હતા છતા ગ્રંથપાલે કાયદાની વિરૂધ્ધમાં જઈ મંજૂરીનો દૂરઉપયોગ કરી મનસ્વી વલણ દાખવી વૃક્ષો દૂર કરી ત્યારે અમો તેઓ વિરૂધ્ધ કાયદાકીય પગલા ભરીશું તેઓને નોટીસ આપીશું.

અમોને ઉપલા અધિકારીઓ જે ગાઈડલાઈન્સ આપશે તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું હવે પછી રાજકોટમાં આવી રીતે વૃક્ષોનું નિકંદન ન થાય તેવો દ્રષ્ટાંત રૂપ દાખલો બેસાડવા પ્રક્રિયા કરીશું સામાન્ય રીતે વૃક્ષો કે વૃક્ષની ડાળી કાપવાની મંજૂરી આપીએ ત્યાં તેઓને નજીકનાં સ્મશાનમાં વિનામૂલ્યેલાકડા પહોચડવા માટે અમે પરવાનગી આપવાના પત્રમાં જ લખીને જાણ કરીએ. આ બાબતે અમો તપાસ કરીશું જો તેઓએ બારોબાર વહેચ્યા હશે તો તેનો વિશેષ ગુનો લાગુ પડશે.

અમે લોકોને વિનંતી કરીએ કે મહામુલા વૃક્ષોને કાપશો નહી જતન કરો:વી.ડી.બાલા

અબતક સાથેની વાતચીતમાં પર્યાવરણ પ્રેમી વી.ડી. બાલાએ જણાવ્યું હતુ કે રાજકોટમાં જિલ્લા પુસ્તકાલયમાં ત્યાં 13 મોટા ઘટાદાર વૃક્ષો જે અંદાજે 150 વર્ષ જૂના હતા. વગર કારણે પુસ્તકાલયના ગ્રંથપાલે મનસ્વી વલણ દાખવી કાપી નાખેલ અમો પર્યાવરણ પ્રેમીઓને ખૂબ દુ:ખ લાગ્યું તેથી અમે આજે પુસ્તકાલય ખાતે બેસણું રાખેલું જેમાં 150થી વધુ પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હતા.

અત્યારે વૃક્ષો વાવવાની જરૂરત ત્યારે આવું મનસ્વી વલણ દાખવી વૃક્ષોનું નિકંદન કરૂ છું અમો એવી માંગણી કરીએ છીએ કે તેને વધુમાં સજા દંડાત્મક શિક્ષા થવી જોઈએ અમે ત્યાં ધુન બોલાવી હતી અમોએ પોલીસ ફરિયાદ કરી છે. આવેદન પત્રો આપ્યા છે.અમે કલેકટરને આવતીકાલે મળીશું 6 લોકોને વિનંતી કરૂ છું કે વૃક્ષો મહામુલા છે તેને કાપશો નહીં.