Abtak Media Google News
અબતક-રાજકોટ
તાજેતરમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર-ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહાકુંભ-ર0રરની ઉજવણીમાં રાજકોટ જિલ્લા કક્ષાએ 15 થી 20 વર્ષ વય જૂથમાં પ્રાચીન રાસ ગરબા સ્પર્ધામાં માતુશ્રી એલ. જી. ધોળકિયા હાઈસ્કૂલના ધો. 11ના વિધાર્થી બહેનોએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ અને સરકાર તરફથી વિજેતા બહેનોને રૂ. 750/-નો રોકડ પુરસ્કાર અને સર્ટીફિકેટથી સન્માનીત કરવામાં આવેલ હતા. આ તકે શાળાના ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા જીતુભાઈ ધોળકિયા તમામ વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.