માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના વિધાર્થીઓને ગુણવત્તાયુક્ત અભ્યાસ કરાવવા સરકારની પહેલ

exam

ધો.9 થી 12માં અભ્યાસ કરાવતા શિક્ષકોએ હવે બે ટાટની પરીક્ષા આપવી પડશે

 

ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા સરકાર દ્વારા એક નવીનતમ પહેલ હાથ ધરવામાં આવી છે જેમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરાવતા શિક્ષકોએ હવે બે ટાટની પરીક્ષા આપવી પડશે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્ય સરકારે શિક્ષકોના ક્વોલિફિકેશન ના નિયમોમાં બદલાવ કર્યો છે અને જણાવ્યું છે કે જે શિક્ષકો ધોરણ નવ થી ધોરણ 12 માં અભ્યાસ કરાવવા માંગતા હોય તો તેઓએ હવે તેમની રોજગારી મેળવવા માટે બે ટાટની પરીક્ષા આપવી પડશે. અત્યાર સુધી શિક્ષકોએ ટાટની માત્ર એક જ પરીક્ષા આપવી પડતી હતી.

પરંતુ સરકારના નવા નિયમોને ધ્યાને લઈ હવે ટાટ બે તબક્કે લેવામાં આવશે જેમાં પ્રથમ ટાટ પ્રિલીમ અને બીજી ટાટ મેન્સ. પ્રથમ પ્રિલિમ પરીક્ષામાં જે શિક્ષકો પાસ થશે તેમનું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને ટાટ મેનની પરીક્ષા આપવાની રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેમાં ટાટ પ્રિલિમ્સમાં 200 માર્કના એમસીક્યુ પ્રશ્નો પૂછવામાં આવશે જ્યારે ટાટ મેન્સની પરીક્ષામાં 200 માર્કના ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો પુછાશે. ટાટ મેન બે તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ 100 માર્ક ભાષાના અને બીજા 100 માર્ક શિક્ષણ પદ્ધતિના પૂછવામાં આવશે. શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મે માસના અંત અથવા તો જૂનના પ્રથમ સપ્તાહમાં જ ટાટની પ્રિલિમ પરીક્ષા લેવાશે તેવું હાલ જાણવામાં આવ્યું છે.