જમ્મુ કાશ્મીરના શોપીયામાં સુરક્ષા દળોએ આતંકીઓને ઘેર્યા

ચારથી પાંચ આતંકી હોવાનું અનુમાન: ઓપરેશન શરૂ

જમ્મુ કાશ્મીરના શોપીયા જિલ્લાના હારપોરા વિસ્તારના જંગલમાં ચોર ગલીમાં સુરક્ષા દળોએ ચારથી પાંચ આતંકીઓ ઘેરી લઈ ઝડપવા કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.આ વિસ્તારને ઘેરી લેતા સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સામસામા ગોળીબાર થઈ રહ્યા છે.આ વિસ્તારમા આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા જ સુરક્ષા દળોએ એ વિસ્તારને ઘેરી લઈ તેમને ઝડપી લેવા ઓપરેશન શરૂ કર્યું હતુ.તમને એ જણાવીએ કે આ અગાઉ શુક્રવારે પુલવામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતા જેમાં જવાનોએ ત્રણ આતંકીઓને ઢાળી દીધા હતા.પુલવામા અને કાકાપોરા વિસ્તારમાં આ અથડામણ થઈ હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર તમામ આતંકીઓ સ્થાનિક હતા અને ત્રણ માળની ઈમારતમાં છુપાયા હતા. સુરક્ષા દળોએ વિસ્ફોટ કરી આ ત્રણ માળની ઈમારતને ઉડાડી દીધી હતી. ત્યારબાદ ત્રણેય આતંકીઓને ઠાર મારવામાં સૈન્યને સફળતા મળી હતી.

સુરક્ષાદળોએ આ સ્થળેથી હથીયારો તથા વિસ્ફોટક જથ્થા સહિતની શંકાસ્પદ સામગ્રી કબ્જે કરી હતી.