- ઓપરેશનમાં બે જવાનોને સામાન્ય ઈજા: સુરક્ષાદળો દ્વારા એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન હજુ યથાવત
છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ જણાવ્યું છે કે 16 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. બે સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે. સુકમાના એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરાલાપાલ વિસ્તારના જંગલોમાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં નક્સલીઓ માર્યા ગયા હતા. ગોળીબાર હજુ પણ ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સૈનિકોએ ઘટનાસ્થળેથી, એસએલઆર જેવા ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે. માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધવાની શક્યતા છે. આ પહેલા 25 માર્ચે સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર માર્યા હતા, જેમાં નક્સલી સુધીર ઉર્ફે સુધાકરનો પણ સમાવેશ થાય છે, જેના માથા પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું. 2025 માં, બસ્તર રેન્જમાં સૈનિકોએ એક એન્કાઉન્ટરમાં 100 નક્સલીઓનું એન્કાઉટર કર્યું છે.એક અધિકારીએ જણાવ્યું કે આ કામગીરીમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો સામેલ છે. શુક્રવારે રાત્રે આ વિસ્તારમાં નક્સલીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.છત્તીસગઢના બસ્તર વિભાગમાં 20 માર્ચે બે મોટા એન્કાઉન્ટર થયા. આમાં 30 નક્સલીઓ માર્યા ગયા છે. પહેલું એન્કાઉન્ટર બીજાપુર-દંતેવાડા બોર્ડર પર અને બીજું કાંકેર-નારાયણપુર બોર્ડર પર થયું. બસ્તરના આઈજી સુંદરરાજ પી.એ જણાવ્યું હતું કે બીજાપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં 26 નક્સલીઓ માર્યા ગયા હતા.