સોમનાથ ખાતે શ્રાવણ માસમાં ભાવિકોની શ્રધ્ધાના સન્માન સાથે સુરક્ષા જળવાશે

પોલીસને સુચના અપાઈ છે કે ભાવિકો સાથે સારો યોગ્ય વ્યવહાર કરવો: મનોહરસિંહ જાડેજા

ગીર-સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજા કડક ફરજ નિષ્ઠા સાથે સંવેદનશીલ માનવીય અભિગમ ધરાવે છે. સોમનાથ શ્રાવણ માસ તૈયારી અંગે તેમણે પત્રકાર મિલનમાં જણાવ્યુ હતુ કે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ ભાવિકો દૂર-સુદુરથી આવતાં હોય છે. તેઓ શ્રધ્ધાને કારણે ઓ છે. માટે તેમની સાથે સારો અને યોગ્ય વ્યવહાર કરાય તેવી સુચના પોલીસ તંત્રને આપવામાં આવી છે.

જે અંગે તમામને તાલીમ પણ આપવામાં આવી છે.સોમનાથ શ્રાવણ માસમાં નાના બાળકો ખોવાઈ ન જાય અને તેના વાલી વારસ સાથે તરત મળી જાય તે માટે તેના વાલીનું બાળકનું નામ મોબાઈલ નંબર સાથે લખેલ ગળામાં લગાડેલ કાર્ડ સાથે એન્ટ્રી કરે તો આ અંગે ઝડપી કાર્યવાહી પરિણામ લક્ષી બનાવવાનો પ્રોજેકટ પણ વિચારાધીન છે.

ગૃહ ખાતે તાજેતરમાં રાજયભરમાં જે ઓન-લાઈન એફ.આઈ.આર. પ્રથા દાખલ કરાયેલ છે. જેમાં ખોવાયેલ મોબાઈલ, વાહનો ગુમ થવા અંગેનીફરિયાદ ઘેર બેઠે નોંધાવી શકાય તે અંગેના પ્રચાર સાહિત્ય ભાવિકો પર્યટકોમાં વિતરણ કરી લોક જાગૃતિ કરવામાં આવશે.

દરિયાઈ સુરક્ષામાં બંદોબસ્ત

દરિયા સુરક્ષા અંગે તેમણે જણાવ્યું કે હાલ દરિયામાં ચોમાસા હાઈટાઈડ કરંટ હોઈ દરિયામાં બોટ પેટ્રોલીંગમાં જઈ ન શકે પરંતુ અમારા નેટવર્ક બાતમીદારો નેવી, કોસ્ટગાર્ડ, કિનારા પેટ્રોલીંગથી દરિયાઈ સરહદ સુરક્ષા જાળવવામાં આવે છે.

સોમનાથ મંદિર સુરક્ષા નાયબ અધિક્ષક એમ.એમ. પરમાર તથા પી.આઈ. એમ.પી. હિંગરાજીયાએ શ્રાવણ પ્રારંભ પૂર્વેથી જ જડબેસલાક સુરક્ષા પેટ્રોલીંગ બંદોબદ્ત કાર્યરત કરી દીધો છે.