Abtak Media Google News

લો સ્કોરિંગ થ્રિલર મેચમાં એક સમયે એવું લાગતું હતું કે હૈદ્રાબાદની ટીમ આસાનીથી મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કરશે પણ ચેન્નાઈના પૂછડિયા બેટધરો અને ડુ પ્લેસિસની શાનદાર બેટિંગે ચેન્નાઈને દિલધડક વિજય અપાવ્યો

આઇપીએલમાં લો સ્કોરવાળી રોમાંચક મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ભવ્ય વિજય મેળવ્યો છે અને આઇપીએલની 11મી સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે. ચેન્નાઇની ટીમે પાંચ બોલ બાકી રહેતા 8 વિકેટ પર 140 રન બનાવીને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને બે વિકેટે પરાજય આપ્યો હતો.

ચેન્નાઇના આ વિજય પાછળ ડુપ્લેસિસ હિરો બન્યો હતો. ડુ પ્લેસિસે 42 બોલમાં અણનમ 67 રન બનાવ્યાં હતા. અંતિમ ઓવરમાં જીતવા માટે છ રનની જરૂર હતી ત્યારે પ્રથમ બોલે જ સિકસર મારી ટીમને જીત અપાવી હતી. ડુ પ્લેસિસને આ શાનદાર ઇનિંગ્સને લઇને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ડુ પ્લેસિસે તેની ઇનિંગ્સમાં 4 સિકસર અને 5 બાઉન્ડ્રી મારી હતી. હૈદરાબાદ તરફથી સદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન અને સંદિપ શર્માએ 2-2 વિકેટ ઝડપી એક સમયે ચેન્નાઇની ટીમને જીત માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. જેની શરૂઆત ભુવનેશ્વકુમારે પ્રથમ ઓવરથી જ કરી હતી.

પરંતુ નવમી વિકેટને લઇને ડુ પ્લેસિસ અને શાર્દુલ ઠાકુર વચ્ચે 27 રનની અણનમ ભાગીદારીએ હારની બાજીને જીતમાં ફેરવી હતી. આ નિર્ણાયક ભાગીદારી દરમિયાન ડુ પ્લેસિસે 3 બોલમાં 11 અને શાર્દુલે 5 બોલમાં 15 રન બનાવ્યા હતા.

જો કે હજી પણ હૈદરાબાદની ટીમને ફાઇનલમાં પહોંચવા એક તક મળશે. જેમાં તેને 25મે ના રોજ ક્વોલિફાયર-2 સાથે એક મેચ રમવાની રહેશે. જેમાં તેનો મુકાબલો આજરોજ કોલકાતા અને રાજસ્થાન વચ્ચે રમાનારી મેચમાં જે ટીમ જીતશે તેને હૈદરાબાદ સામે ટકરાવાનું રહેશે. ત્યારબાદ આ મુકાબલામાં જે ટીમ જીતશે તે ચેન્નાઇ સામે ફાઇનલમાં ટકરાશે. આ સાથે જ ચેન્નાઇની ટીમે 7મી વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.