Abtak Media Google News

શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલા મુદે ચર્ચા કરાઈ

દાદરાનગર હવેલીનાં સાંસદ મોહન ડેલકરે પ્રાયમરી અને માધ્યમિક શિક્ષકોનાં મુદાઓને લઈને માનવ સંશાધન વિકાસ મંત્રાલયના રાજય મંત્રી સંજય ધોત્રેની સાથે મુલાકાત કરી હતી આ મહત્વની બેઠક રાજયમંત્રીના દિલ્હી સ્થિત શાસ્ત્રી ભવનના કાર્યાલયમાં સીનીયર ઓફિસરોની ઉપસ્થિતિ વચ્ચે યોજાઈ હતી.

સાંસદ મોહન ડેલકરે આ બેઠકમાં પ્રદેશના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોની સમસ્યા અને શિક્ષણ સાથે જોડાયેલા અનેક મુદાઓને લઈને વિગતવાર ચર્ચા કરી હતી.

પ્રદેશમાં ભરતી પ્રક્રિયાના નિયમો અને રેગ્યુલેશન તથા શિક્ષકોની યોગ્યતા માટે લેવાતી ટેટ અને સીટેટની પરીક્ષાના નિયમો અને પ્રાવધાનોની બાબતમાં મુદાસર ચર્ચા કરી હતી.

પ્રદેશમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે, પ્રદેશના વિદ્યાર્થીઓનું સારૂ ભવિષ્ય બને, શિક્ષકો, સુવિધાપૂર્વકના વાતાવરણમાં અભ્યાસ કરાવી શકે તે માટે કરાયેલી મથામણને ધ્યાનમાં લઈ તમામ પ્રયાસોમાં સારૂ પરિણામ લાવવા સંજય ધોત્રેએ સાંસદ મોહન ડેલકરને ખાત્રી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.