રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદમાં જૂનાગઢ જિલ્લામાંથી ૫ પ્રોજેક્ટની પસંદગી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ – ૨૦૨૦ યોજાઇ ગઇ જેમાં જૂનાગઢ જિલ્લામાંથી ૫ પ્રોજેક્ટની પસંદગી થવા પામી છે.

આ વર્ષે મુખ્ય થીમ ” નિરંતર ટકાઉ જીવન નિર્વાહ માટે વિજ્ઞાન” રાખવામાં આવેલ હતી  આ પ્રોજેક્ટમાં જૂનાગઢ જિલ્લાની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં જૂનાગઢ જિલ્લામાંમાંથી ૫ પ્રોજેક્ટની પસંદગી કરી છે.

જેમાં એંજલ કાછડીયા (એકલવ્ય પબ્લિક સ્કૂલ જૂનાગઢ), કુંજડીયા ધ્રુવી મારૂ (એમ.જી.ભુવા ક્ધયા વિધા મંદિર જૂનાગઢ), કુંભાણી પ્રિન્સ (સરસ્વતી વિદ્યા મંદિર મેંદરડા), ઉસદડીયા ગાર્ગી મારૂ (એમ.જી.ભુવા ક્ધયા વિધા મંદિર જૂનાગઢ), ગઢિયા પ્રિયાંશી (શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર, ચણાકા ઉમરાડી) પસંદગી પામેલ છે. જે આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેવી લોક વિજ્ઞાન કેન્દ્રની અખબારી યાદીમાં જણાવેલ છે .