જામનગર જિલ્લા પંચાયતની આઠ સમિતિઓના સભ્યોની વરણી

0
22

જામજોધપુરના તરસાઇમાં ટોઇલેટ બ્લોકના કામને મંજૂરી 

જામનગર જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક જિલ્લા પંચાયતનાસભાખંડ ખાતે યોજાઇ હતી. આ જનરલ બોર્ડમાં વિવિધ આઠ સમિતિઓના સભ્યોની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જામજોધપુરના તરસાઇમાં ટોઇલેટ બ્લોકના કામને મંજૂરી આપવામાં આવી હતી. જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા દ્વારા આઠ સમિતિમાં સભ્યોની નિમણૂંક કરાઇ હતી.

જામનગર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ સતા મેળવ્યા બાદ સામાન્ય સભા યોજાઇ હતી. જિલ્લા પંચાયત જામનગરના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં જિલ્લા પંચાયતાની કુલ 8 સમિતિઓની વરણી કરવામાં આવી હતી.

જેમાં કારોબારી સમિતિમાં ભરતભાઇ બોરસદિયા, ચંદ્રિકાબેન અઘેરા, પ્રવિણાબેન ચભાડિયા, કમલેશકુમાર ધમસાણિયા, હસમુખભાઇ કણજારિયા, હુલ્લાસબા જાડેજા, કુંદનબેન ચોવટીયા અપીલ સમિતિમાં ધરમશીભાઇ ચનિયારા, હસમુખભાઇ કણજારિયા, પ્રવિણાબેન ચભાડિયા જાહેર આરોગ્ય સમિતિમાં જગદિશભાઇ સાંગાણી, નયનાબેન પરમાર, ભાવનાબેન ભેસદડિયા, વિનોદકુમાર વાડોદરીયા બાંધકામ સમિતિમાં કરશનભાઇ ગાગિયા, ભરતભાઇ બોરસદિયા, નયનાબેન પરમાર, ચંદ્રિકાબેન અઘેરા મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિમાં હર્ષદિપકુમાર સૂતારીયા, મનિષાબેન કણજારીયા, કુંદનબેન ચોવટીયા, ભાવનાબેન ભેસદડિયા શિક્ષણ સમિતિમાં લખધિરસિંહ જાડેજા, મયબેન ગરચર, ગોમતીબેન ચાવડા,કમલેશકુમાર ધમસાણિયા, મનિષાબેન કણજારિયા, હુલ્લાબા જાડેજા, હર્ષદિપકુમાર સૂતારિયા ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિમાં વિનોદકુમાર વાડોદરીયા, કરશનભાઇ ગાગિયા, લખધિરસિંહ જાડેજા, જગદિશભાઇ સાંગાણી સામાજીક સમિતિમાં ગોમતીબેન ચાવડા, મયબેન ગરચર, ખીમજીભાઇ ધોળકિયા, નાથાભાઇ વારસાકિયા (કો-ઓપ્ટ),તથા હિરજીભાઇ ચાવડા (કો-ઓપ્ટ)ની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત જામજોધપુરના તરસાઇ ગામમાં ટોઇલેટ બ્લોકના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here