યુવા અગ્રણી ડેનીસ આડેસરાની દેશની પ્રતિષ્ઠિત રામભાઉ મ્હાલગી સંસ્થામાં પસંદગી

સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૧ યુવાનની પસંદગી

સૌરાષ્ટ્રના યુવા અગ્રણી અને જાણીતા લેન્ડ ડેવલોપર્સ, અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અને અનેક આંતરરાષ્ટ્રીય પ્રવાસો કરી ચુકેલા ડેનીસ આડેસરાની પસંદગી વિશ્ર્વની અતિ પ્રતિષ્ઠિત રામભાઉ મ્હાલગી સંસ્થાની ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ડેમોક્રેટીક લીડરશીપનાં પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમાં કોર્સ ઈન લીડરશીપ પોલીટીકસ અને ગર્વનન્સ અભ્યાસક્રમમાં ગૌરવવંતો પ્રવેશ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વૈશ્ર્વિક સ્તરે હરીફાઈ હોય છે. અને માત્ર ૩૦ વિદ્યાર્થીઓની પસંદગી થતી હોય છે. પસંદગીનાં અનેક રાઉન્ડ પર અનેક ઈન્ટરવ્યુનો સામનો કર્યા બાદ રાજકોટનાં તેજસ્વી યુવાન ડેનીસ આડેસરાની પસંદગી થઈ છે. તે સમગ્ર રાજકોટ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

આવી સંસ્થા ગુજરાતમાં રાજકોટમાં સ્થપાય તે માટે ડેનીસ આડેસરાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયાને અરજી આપેલ છે.

અહીનાં અભ્યાસક્રમમાં લીડરશીપ મેનેજમેન્ટ, ડેવેલપમેન્ટલ પોલીટીકસ, ફોરેન પોલીસી, આર્થિક નીતિ, લોકશાહી અને પબ્લીક પોલીસી દેશની વિવિધ નીતિઓ, યોજનાઓ, રાજકીય પક્ષોનો ઈતિહાસ, પક્ષોની વિચારધારા કોર્પોરેટ ગવર્નન્સ વગેરે સહિતના ઘણા વિષયો વિવિધ સાંસદ, ધારાસભ્ય, નિષ્ણાંતો અને અધ્યાપકો દ્વારા શીખવવામાં આવશે. ઈન્ટર્નશીપ અને અભ્યાસ પ્રવાસની પણ વ્યવસ્થા છે જેમાં વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, મુખ્યમંત્રી કાર્યાલય અને વિદેશ પ્રવાસ પણ સામેલ છે.

આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદેશ લોકહિતમ મમ કરણીયમના સુત્રે ભાવિ પેઢીને રાજનીતિનાં વિવિધ પાસાઓ શીખવી અને તેમને સારા સેવક શાસન બનાવવાનો છે.