કોર્ટ સંકુલ ખાતે સ્વ. અભયભાઇ ભારદ્વાજને અપાઇ શ્રધ્ધાંજલી

બાર એસો. દ્વારા રેફન્સ સભામાં ડિસ્ટ્રીકટ જજ સહિત જયુડીશયલ ઓફીસરો અને સિનિયર- જુનિયર એડવોકેટો રહ્યા ઉ૫સ્થિત

વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજયસભાના સભ્ય અભયભાઇ ભારદ્વાજનું દુ:ખદ અવસાન થતાં રાજકોટ કોર્ટ સંકુલ ખાતે સદગતને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા ખાસ રેફરન્સનું બાર એસો. દ્વારા આયોજન કરાયું હતું. તેમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ ઉત્કર્ષ દેસાઇ સહીતના જુદી જુદી અદાલતમાં જયુડીશીયલ ઓફીસરો, સીનીયર જુનીયર વકીલો મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની વિભીન્ન અદાલતોમાં ૪૦ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં ખુબ જ જાણીતા બનેલા એડવોકેટ અભય ગણપંતરામ ભારદ્વાજ રાજકોટ બાર એસો.માં પ્રમુખ દરજજે બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. આ ઉપરાંત વકીલાત વ્યવસાયમાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવમાં તેમનો ઉમદાર ફાળો હતો.

આ પ્રસંગે ઉ૫સ્થિત વકીલ સમુદાય અને જયુડીશીયલ ઓફીસરો એ અભયભાઇની પુષ્પાંજલી અર્પણ કરી હતી.
બાર એસો. ના પ્રમુખ રાજાણી અઘ્યક્ષ પદે યોજાયેલા રેફરન્સમાં ડીસ્ટ્રીકટ જજ યુ.ટી.દેસાઇ, એડીશ્નલ સેસન્સ જજ આર.એલ.ઠકકર, એડીશ્નલ સેસન્સ જજ કે.ડી.દવે મેડમ, એડીશ્નલ સેસન્સ જજ એચ.એમ. પરમાર, એડીશ્યનલ સેસન્સ જજ કુમારી પી.એન.દવે તથા ચીફ જયુડીશ્યલ મેજી. એસ.વી. મન્સુરી, લીગલ ઓથોરીટીના ચેરમેન જોટાંગ્યા તથા રાજકોટ ખાતે કાર્યરત તમામ ન્યાયમૂર્તિ ઉપરાંત મહેસાણ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ પ્રફુલભાઇ ગોકાણી ખાસ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત વકીલ સમુદાયમાંથી દિલીપભાઇ પટેલ,જયદેવભાઇ શુકલા નિરજનભાઇ દફતરી, ટી.બી. ગોંડલીયા, હિંમતભાઇ સાયાણી, કમલેશભાઇ શાહ, ગીરીશભાઇ ભટ્ટ, રુપરાજસિંહ પરમાર, એન.આર.શાહ, આર.એમ.પંડયા, તુષારભાઇ ગોકાણી, ભગરીથસિંહ ડોડીયા, પરેશ મા‚, રીપલ ગોકાણી, મનીષભાઇ ખખ્ખર, શ્યામલ સોનપાલ, સી.એચ. પટેલ, પથિક દફતરી, સુરેશભાઇ ફળદુ, મહેશ્ર્વરીબેન ચૌહાણ, તથા સરકારી વકીલોમાં ડીજીપી એસ.કે.વોરા, એજીપી મહેશ જોષી, સ્મીતાબેન ખત્રી, બિનલબેન રવેશીયા, સમીર ખીરા, ધીર પીપળીયા, પ્રશાંતભાઇ પટેલ, પરાગ શાહ, કમલેશ ડોડીયા, આબીદભાઇ, ત‚ણ માથુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.