Abtak Media Google News

 

મરચાનું મહારાષ્ટ્ર, કોલકતા, સાઉથના રાજયોમાં ધૂમ વેંચાણ: મરચાની માંગ વધતા અન્ય રાજયોથી લઈ દુબઈ, ઈગ્લેન્ડ, અમેરીકા સહિત દેશમાં વસતા લોકોને વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો લાગતા વિદેશ સુધી સોડમ પ્રસરી છે

 

 

અબતક,સબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

વઢવાણીયા મરચાની સીઝન હાલ પુર બહારમાં ખીલી છે.ત્યારે વઢવાણના સ્વાદમાં એકદમ વ્યવસ્થીત આ મરચાની દર વર્ષે ખૂબ માંગ રહે છે.ત્યારે વઢવાણના મરચાની સોડમ મહિલાઓના ગૃહ ઉદ્યોગ થકી દેશ વિદેશ સુધી પ્રસરી જવા પામી છે.શિયાળામાં આ મરચાની માંગ વધુ હોય છે. ગૃહ ઉદ્યોગ દ્વારા આ વઢવાણીયા મરચાને આથી અમારી ટીમ દ્વારા બનાવાય છે જેમાં રાયતા મરચા બનાવી વેચાણનો ગૃહઉદ્યોગ 50 થી 100 જેટલી મહિલાઓ કામ કરી રોજગારી મેળવે છે. આ મરચાની સીઝન દરમિયાન 40,000 કિલો જેટલા મરચાનું ઉત્પાદન મા વેચાણ થાય છે. આ મરચાનું દેશમાં મહારા કોલકતા, મહારાષ્ટ્ર,સાઉથના સહિત રાજ્યો ગુજરાતના આસપાસના રાજ્યોમાં વેચાણ કરાય છે. આ ઉપરાંત વઢવાણ વાસીઓના પ્રિય મરચા તેમના કારણે વિદેશમાં પણ પહોંચતા વિદેશીઓને રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે.જેના કારણે અમેરીકા, ઇંગ્લેન્ડ, દુબઇ સહિતના દેશોમાં પણ આ મરચા પહોંચી ગયા છે.

દર વર્ષે સીઝનના 2000 મણ જેટલા રાયતા મરચાના ઉત્પાદન થકી મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે.  અને આ સંસ્થા દ્વારા  સીઝનમાં 15 થી 18 લાખના મરચાનું વેચાણ કરવામાં આવે છે.આ અંગે વર્ધમાન ગૃહ ઉદ્યોગના પન્નાબેન શુક્લએ જણાવ્યું કે અમારા ગૃહ ઉદ્યોગ દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ પ્રોડક્ટ જેવી કે મરચું, અથાણા,ખાખરા, પાપડ,જેવી વસ્તુ બનાવીને બહેનો રોજગારી મેળવે છે. હાલ વઢવાણીયા મરચાની સીઝન હોય ત્યારે રાયતા મરચાનું પણ ઉત્પાદન કરાય છે. આ રાયતા મરચાની સીઝનમાં અહીયા કામ કરતી બહેનોને રોજના 300 થી 500 રૂપિયાની આવક મેળવી રહી છે. આ ગૃહ ઉદ્યોગ  શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ વિધવા મહિલા તેમજ જરૂરીયાત વર્ગની મહિલાઓને રોજગારી મળે તે મુખ્ય છે. ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતી વસ્તુની ક્વોલિટી પણ સારી હોવાથી લોકો  આ વસ્તુઓ લેવા માટેનો આગ્રહ રાખતા હોય છે.

12 માસ સુધી બગડે નહીં તે માટે ખાસ પેકિંગ પ્રિઝર્વેશન

વઢવાણીયા મરચાને વિદેશ સુધી પહોંચાડવા માટે સંસ્થા દ્વારા તેના ક્વોલીટી અને પેકીંગ પ્રિઝર્વેશન પર ખાસ ધ્યાન અપાયુ છે.વઢવાણી રાયતા મરચા બનાવવા રાઇ, હળવદ,મીઠુના ઉપયોગ સાથે લાંબા સયમ સુધી સાચવવા લીંબુના રસ અને સરસવના તેલનો ઉપયોગ કરાય છે.જ્યારે એરટાઇટ પેકીંગના કારણે મરચા લાંબો સમય સચવાઇ રહે છે. 12 માસ સુધી ન બગડતા વિદેશો સુધી પહોંચી શક્યા છે.

સીઝનમાં 60 હજાર કીલો મરચાનું ઉત્પાદન

આ મરચાની સીઝન દરમિયાન 60,000 કિલો જેટલા મરચાનું ઉત્પાદન વેચાણ થાય છે. આ મરચાનું દેશમાં મહારાષ્ટ્ર, કોલકતા, સાઉથના રાજ્યો સહિત ગુજરાતના આસપાસના રાજ્યોમાં વેચાણ કરાય છે. આ ઉપરાંત વઢવાણ વાસીઓના પ્રિય મરચા તેમના કારણે વિદેશમાં પણ પહોંચતા વિદેશીઓને રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે.જેના કારણે અમેરીકા, ઇગ્લેન્ડ, દુબઇ સહિતના દેશોમાં પણ આ મરચા પહોંચી ગયા છે.

મહિલાઓને આર્થિક પગભર બનાવવા પ્રયાસ

ગૃહ ઉદ્યોગના આ રાયતા મરચાના ગૃહ ઉધોગ થકી 50થી વધુ મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે.આ મહિલાઓ પોતાના ઘરકામ સહિત પુર્ણ કર્યા બાદના ફાજલ સમયમાં આ જોબવર્ક થકી દરરોજના 350 થી 500 જેટલા રૂપીયા કમાય છે.જ્યારે સંસ્થા તરફથી એવી જરૂરીયાતમંદ મહિલા, વિધવા મહિલાને પણ રોજગાર અપાય છે.પન્નાબેન શુક્લ, વર્ધમાન ગૃહ ઉદ્યોગ સંચાલક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.