Abtak Media Google News

 

મકાનની પેશકદમી હટાવતા પેટ્રોલ છાંટી સળગી ગઇ જયંતિભાઇના મૃતદેહનો સ્વીકાર કરવાનો પરિવારે કર્યો હતો ઇન્કાર

 

સેલવાસ ટ્રાન્સપોર્ટ નગરમાં ડીમોલેશન દરમ્યાન મકાન તોડી પાડવાના વિરોધમાં જયંતિભાઇ બરફે આત્મવિલોપન કરી લેતા મોતના બનાવમાં પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યા બાદ તંત્રએ સહાયનું આશ્ર્વાસન આપતા પરિવારે મૃતકનાઅગ્નિ સંસ્કાર કર્યા હતા. સેલવાસ મ્યુનિસિપલ કૌંસિલનાં કૌંસિલર સુમનભાઈ પટેલ, કૌંસિલર મનોજ દયાત, કૌંસિલર હિતેશભાઈ પટેલ ત્રણેય જન-પ્રતિનિધિયોએ કલેક્ટરને મળી આત્મદાહ કરી મરનાર જયંતિ બરફનાં સંતાનોને સરકારી નૌકરી, મૃતકનાં દાહ સંસ્કાર માટે સહાય અને પીડિતનાં માલિકીની જમીન પર ઘર બનાવવા માટે આર્થિક મદદની માંગણી કરી હતી.

Whatsapp Image 2022 11 29 At 11.20.52 Am 1 1

ત્રણેય જનપ્રતિનિધિઓનાં જણાવ્યા મુજબ કલેક્ટરે બઘી માંગણીઓને સ્વીકારી લીધી છે. એનાં થોડાક કલાક પહેલા પીડિત પરિવારને સહાય માટે રજુઆત કરાયા હતાં, જેનાં પર સકારાત્મક જવાબ નહીં મળતા મરનાર આદિવાસીનાં ધરની બાહેર રોડને જામ કરાયો હતો. પીડિત પરિવાર અને તેમના ટેકેદારો દ્વારા મૃતકને સરકારી સહાય મળવાનાં આશ્વાસન પછી મરનાર જયંતિ બરફનાં ડેડ બોડી હોસ્પિટલથી લઈ દાહ સંસ્કાર કરવાની માંગણી બાદ પ્રશાસનની તંત્રા ટૂટી. કલેક્ટરનાં સહાય અને નૌકરી આપવાનો સહિતનાં આશ્વાસનો પછી ડેડબોડી લઈ મરનારનો અંતિમ સંસ્કાર કરાયો હતો. આદિવાસી નેતા પ્રભુ ટોકિયા પણ પીડિતોને સહાય આપવાની સહિત માંગણીની રજુઆત કલેક્ટરને કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.